ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીની માલિકીની ફાયરસ્ટાર ડાયમંડ ઇન્ટરનેશનલના ગોલ્ડ, પ્લેટિનમ, હીરા અને જ્વેલરીની 25 માર્ચે હરાવી કરાશે. ફેબ્રુઆરી 2020માં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મુંબઈ બેંચ દ્વારા ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડના લિક્વિડેટર તરીકે નિયુક્ત કરાયેલા સાંતનુ ટી રે દ્વારા વેચાણની નોટિસ જારી કરાઈ છે. હાલમાં તેઓ આ કંપનીનું સંચાલન કરે છે.
નોટિસ મુજબ સોનું, પ્લેટિનમ અને ડાયમંડ જ્વેલરીનું વેચાણ ઈ-ઓક્શન 25 માર્ચે થશે. હરાજી કરવા માટેની વસ્તુઓની અનામત કિંમત હરાજીની તારીખે જાહેર કરાશે. ઈ-ઓક્શન ડોક્યુમેન્ટ મુજબ, ઈન્વેન્ટરીમાં ફિનિશ્ડ જ્વેલરી, લૂઝ ડાયમંડ અને કલર સ્ટોન, સેમી ફિનિશ્ડ જ્વેલરી, સોનું, પ્લેટિનમ અને સિલ્વરનો સમાવેશ થાય છે.
લિક્વિડેટરે કિંમતી વસ્તુઓની કિંમત નક્કી કરવા માટે ભારતની જેમમોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટની નિમણુક કરે છે.
નીરવ મોદી 2018ના પ્રારંભમાં ભારતમાં ફરાર થયો હતો. તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કોર્પોરેટ દેવાદારની ઓફિસો/ફેક્ટરીઝ અને અન્ય તમામ મોટી અને નોંધપાત્ર સંપત્તિઓ જપ્ત કરી છે.
નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ કેટલાક લોકો સાથે મળીને સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંકમાંથી ₹14,000 કરોડનું કૌભાંડ કર્યું હતું. નીરવ મોદી 2018માં કાયદાથી બચવા માટે ભારતથી ભાગી ગયો હતો અને હાલમાં લંડનમાં છે. ભારત સરકાર નીરવ મોદીને ભારતમાં લાવવાના પ્રયાસો ચાલુ છે.