શાહી દંપત્તીએ બકિંગહામ પેલેસથી વેસ્ટમિન્સ્ટર એબી સુધીની મુસાફરી કરવા માટે 2012 શાસનની 60મી વર્ષગાંઠની ઉજવણી માટે રાણી એલિઝાબેથ II માટે બનાવવામાં આવેલા ડાયમંડ જ્યુબિલી સ્ટેટ કોચનો ઉપયોગ કર્યો હતો. જ્યારે એબીથી મહેલ સુધીની ટૂંકી પરત મુસાફરી માટે તેમણે ઓછા આરામદાયક અને પ્રાચીન ગોલ્ડ સ્ટેટ કોચનો ઉપયોગ કર્યો હતો.
6 સફેદ વિન્ડસર ગ્રે ઘોડા દ્વારા ખેંચાતો ડાયમંડ જ્યુબિલી સ્ટેટ કોચ વધુ આરામદાયક છે. તેમાં એર કન્ડીશનીંગ અને આંચકા ન લાગે તે માટે 6 હાઇડ્રોલીક સ્ટેબીલાઇઝર્સ ફીટ કરાયા છે. આ કોચનું બોડી એલ્યુમિનિયમનું છે અને તેની બારીઓ ઇલેક્ટ્રીક ઓપરેટેડ છે. સોનેરી કોચ 5 મીટર લાંબો 3 ટન વજનનો છે અને તે પહેલી વખત કોરોનેશન માટે વપરાયો હતો. તેની ટોચ પરના સોનેરી ગીલેટવાળા સ્તંભ પર કેમેરા ફીટ કરી શકાય છે.
છેક 1760 માં એટલે કે 260 વર્ષ પહેલા શાહી પરિવારને સોંપવામાં આવેલ ગોલ્ડ સ્ટેટ કોચ છેલ્લે જૂન 2022 માં રાણી એલિઝાબેથ II ની પ્લેટિનમ જ્યુબિલીના પેજન્ટ દરમિયાન જોવામાં આવ્યો હતો. મહારાણીએ જેને હોરીબલ કહ્યો હતો તે ગોલ્ડ કોચના પૈડાં પર સોનેરી વરખ લગાવી કોતરકામ કરાયું છે. તો તેની છત પરના ચેરબ્સ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સનું પ્રતિનિધિતિવ કરે છે. આ કોચ 7 નીટર લાંબો અને 4 ટન વજનનો છે જેને 8 ઘોડાની મદદથી ખેંચવામાં આવ્યો હતો. આ કોચને છેલ્લે 1831ના કોરોનેશન વખતે વાપરવામાં આવ્યો હતો.