Gender Equality and Environment at Paramarth Niketan on Human Rights Day

ઋષિકેશમાં 10 ડિસેમ્બરે ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સ (GIWA) અને પરમાર્થ નિકેતનમાં વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે આદરણીય સંતો, ધાર્મિક વિદ્વાનો અને વિવિધ યુનિવર્સિટીઓના પ્રોફેસરોની હાજરીમાં સ્ત્રી પુરુષ સમાનતા, પ્રકૃતિ અને પુરુષ તથા પર્યાવરણ અને ભારતીય સંસ્કૃતિ પર ‘સંવાદ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંવાદ પરમાર્થના સતસંગ ગાર્ડનમાં યોજાયો હતો. આ સંવાદમાં લિંગ અસમાનતા, લિંગ આધારિત હિંસા અને બાળ લગ્ન તથા સંબંધિત મુદ્દાના ઉકેલથી કેવી રીતે ટકાઉ, સંતુલિત અને સ્વસ્થ સમાજની રચના કરી શકાય છે તેનો વિચારવિમર્શ થયો હતો.

વિવિધ ધર્મોના ધાર્મિક નેતાઓએ પોતપોતાના ધર્મોમાં ઉલ્લેખિત દૈવી સંદેશાઓ અને લિંગ સમાનતા, લિંગ આધારિત હિંસા, બાળ લગ્ન અને પર્યાવરણ સંરક્ષણ અંગેના ધર્મશાસ્ત્રો વિશે વિચારવિમર્શ કર્યો હતો.

પરમાર્થ નિકેતનના પ્રમુખ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી, ગ્લોબલ ઇન્ટરફેથ WASH એલાયન્સ (GIWA)ના આંતરરાષ્ટ્રીય મહાસચિવ ડો.સાધ્વી ભગવતી સરસ્વતી, ભારતની સર્વ ધર્મ સંસદના રાષ્ટ્રીય કન્વીનર ગોસ્વામી સુશીલજી મહારાજ, દિલ્હી ગુરુદ્વારા બાંગ્લા સાહેબના પ્રમુખ, સરદાર પરમજીત ચંડોક, દિલ્હી બ્રહ્મા કુમારીના ડાયરેક્ટર ડૉ. રાજયોગિની BK સપના દીદી તથા સામાજિક સંગઠનોના સભ્યો શિક્ષણવિદો અને વિદ્રાનો પણ આ સંવાદમાં જોડાયા હતા.

એવી ચર્ચા કરવામાં આવી હતી કે GIWA ટૂંક સમયમાં જ લિંગ સમાનતા માટે હિન્દી અને અંગ્રેજીમાં એક ટૂલકિટ અને ક્લાઈમેટ એક્શન માટે બીજી એક ટૂલકિટ બહાર પાડશે.

પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે “લિંગ સમાનતાનો મુદ્દો આપણી અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરતી ફક્ત સ્ત્રીઓ અને છોકરીઓને અસર કરતી નથી, પરંતુ ખરેખર સમગ્ર સમાજને અસર કરે છે.…સમાજમાંથી લિંગ અસમાનતાને દૂર કરવા ધર્મ અને આસ્થાની મહત્વપૂર્ણ અને શક્તિશાળી ભૂમિકા છે. સ્ત્રી અને પુરૂષ બંને સમાજના પાયાના આધારસ્તંભો છે, આમ છતાં ઘણી જગ્યાએ હજુ પણ સ્ત્રીઓ ભેદભાવ, દમન અને હિંસા થાય છે. લિંગ સમાનતા એ એકતાની ચાવી છે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી જાહેર કર્યું હતું કે નારી શક્તિ ભારતના અમૃતકાળમાં મુખ્ય છે.”

પૂજ્ય સાધ્વી ભગવતીજીએ કહ્યું હતું કે “આ એક સુંદર શરૂઆત છે અને ઘણું બધું કરવાનું બાકી છે. આપણા શાસ્ત્રોમાં અને ભારતીય સંસ્કૃતિમાં નારીશક્તિ એ જ દૈવીશક્તિ છે. તે સ્ત્રીઓ અને છોકરીઓના રૂપમાં રજૂ થાય છે અને તે જ ઉર્જા છે, જે પૃથ્વી માતા અથવા પ્રકૃતિના રૂપમાં રજૂ થાય છે. તે જ ઊર્જા જેને સંસ્કૃતી તરીકે ઓળખવામાં આવે છે.આથી આસ્થાના આગેવાનો તરીકે આપણે શક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિ માટે એકસાથે આવવું જોઈએ. આપણે આવું કરીએ છીએ ત્યારે આપણે તમામ માનવ અધિકારોની સાથે સાથે જીવનના તમામ અધિકારોનું પણ ધ્યાન રાખીએ છીએ.”

LEAVE A REPLY