મહાન ફુટબોલર ડિઆગો મારાડોનાનું બુધવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. તેમની ઉંમર 60 વર્ષ હતી. અર્જેન્ટિનાનાં આ મહાન ખેલાડીના મોતથી વિશ્વભરના રમતચાહકોમાં દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મહાન ફુટબોલરને પોતાના ઘરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો. બે સપ્તાહ પહેલા તેમને મગજમાં ગાંઠને કારણે સર્જરી કરાવવી પડી હતી. મારેડોનાને સર્વકાલિન મહાન ફૂટબોલર ગણવામાં આવે છે.
મારેડોનાએ 1986માં આર્જેન્ટિનાને ફૂટબોલ વર્લ્ડ કપ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમની કારકિર્દી શાનદાર રહી હતી. મારેડોનાએ બોકા જુનિયર્સ, નેપોલી અને બાર્સિલોના સિવાય અન્ય ક્લબો માટે પણ રમ્યા હતા. 1986માં ઇંગ્લેન્ડ સામેની ટુર્નામેન્ટમાં મારેડોનાને ‘હેન્ડ ઓફ ગોડ’ માટે યાદ કરવામાં આવે છે.
ડ્રગ્સ અને દારૂના વ્યસનને કારણે તે ઘણી વખત વિવાદોમાં પણ રહ્યા હતા. આર્જેન્ટિના ફુટબોલ એસોસિએશને શોક વ્યક્ત કરતા કહ્યું કે, “અમારા લિજેન્ડનાં અવસાનથી અમે શોક ડુબી ગયા છીએ, તમે હંમેશા અમારા દિલમાં રહેશો.” આર્જેન્ટિના તરફથી રમતા મારેડોનાએ 91 મેચોમાં 34 ગોલ કર્યા હતા. મારેડોના આર્જેન્ટિના તરફથી ચાર વર્લ્ડ કપ રમી ચુક્યા છે.
1986નો વર્લ્ડ કપ સંપૂર્ણપણે મારેડોનાનાં નામે રહ્યો હતો. તેમને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. મારેડોનાએ અને એકલા હાથે પહેલીવાર આર્જેન્ટિનાને ચેમ્પિયન બનાવ્યું હતું. તેમણે પાંચ ગોલ કર્યા હતા અને પાંચમાં મદદ કરી હતી. મારેડોનાને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીનો ગોલ્ડન બોલ એવોર્ડ પણ મળ્યો હતો.