બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે સોમવાર, 15મી ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. (PTI Photo)

બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ બિઝનેસમેન વૈભવ રેખી સાથે સોમવાર, 15મી ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. દિયા મિર્ઝાના આ બીજા લગ્ન છે. અગાઉ તેણે બિઝનેસ પાર્ટનર અને ફ્રેન્ડ સાહિલ સાંઘા સાથે 2014માં લગ્ન કર્યા હતા. જો કે, 5 વર્ષ બાદ 2019માં કપલ અલગ થયું હતું. દિયા અને સાહિલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને છૂટા પડી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. તેમણે એમ જણાવ્યું હતું કે અલગ થયા પછી તેઓ સારા મિત્રો બની રહેશે. ત્યારે બીજી બાજુ વૈભવ રેખીના આ બીજા લગ્ન છે. વૈભવે અગાઉ જાણીતા યોગ ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. વૈભવ અને સુનૈનાની એક દીકરી છે