યુકે સ્થિત ભગવદ્ ગીતાના શિક્ષક ધ્રુવ છત્રાલિયાને તાજેતરમાં જ મેજર કેવિન ટૂહે QVRM TD VRની હાજરીમાં બર્નેટ માટે રાણીના પ્રતિનિધિ ડેપ્યુટી લેફ્ટનન્ટ માર્ટિન રસેલ Esq દ્વારા હિન્દુ ધર્મની સ્વૈચ્છિક સેવા અને વિકાસ માટે ઑર્ડર ઑફ બ્રિટિશ એમ્પાયરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ધ્રુવ લંડનની ગ્લોબલ લૉ ફર્મના આંતરરાષ્ટ્રીય મર્જર અને હસ્તાંતરણ વકીલ છે અને તેમણે હિન્દુ ધર્મ પર 21 પુસ્તકો લખ્યા છે. તેમણે ભગવદ ગીતા, હનુમાન ચાલીસા, રામાયણ, શ્રીમદ્ ભગવદ, શ્રી સુક્તમ, દેવી મહાત્મ્ય, ઉપનિષદ, વેદો, યોગ અને આધ્યાત્મિકતા પર 340 જેટલા વક્તવ્યો આપ્યા છે. જેને વિશ્વના 161 દેશોમાં જોવાયા છે. તેમણે ભારતીય ગ્રંથો વિશે યુવાનોને શિક્ષિત કરવા માટે અંગ્રેજીમાં 180થી વધુ વર્ગોનુ સુકાન સંભાળ્યું છે.
તેમણે બ્રિટીશ આર્મી, હાઉસ ઑફ કૉમન્સ, હાઉસ ઑફ લોર્ડ્સ, હોમ ઑફિસ, સંરક્ષણ મંત્રાલય, મેટ્રોપોલિટન પોલીસ, બીટી, પ્રાઈસવોટરહાઉસકૂપર્સ, ઇવાય, નોમુરા ઇન્ટરનેશનલ બેંક, બાર્કલેઝ બેંક, ઇડીએફ એનર્જી સિહત વિવિધ સંસ્થાઓમાં હિન્દુ ધર્મ વિશે પ્રવચનો આપ્યા છે.