હાઉસ ઓફ કોમન્સ ખાતે તા. 22 મેના રોજ ધ્રુવ છત્રાલિયા BEMના હનુમાન ચાલીસા પરના ઐતિહાસિક 425મા વક્તવ્યની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્રુવ છત્રાલિયા દ્વારા “હનુમાન ચાલીસા અનુસાર કરિયર મેનેજમેન્ટમાં સફળતાના રહસ્યો” પર પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન પદ્મશ્રી બોબ બ્લેકમેન, એમપી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં સ્ટીવ ટકવેલ, એમપી સહિત 30થી વધુ ભારતીય સંસ્થાઓના પ્રમુખો, સભ્યો, આઠ વિવિધ ધાર્મિક અગ્રણીઓ, મીડિયાના સભ્યો અને અન્ય મહાનુભાવો સહિત 170થી વધુ લોકોએ હાજરી આપી હતી.

સાંજની શરૂઆત રિદ્ધિ વ્યાસ દ્વારા આ મહાકાવ્યની 13 વર્ષની સફરની સુંદર યાદો વિશેના પ્રેરણાદાયી વક્તવ્યથી થઈ હતી.

સ્ટીવ ટકવેલે સમાજમાં સમૃદ્ધ આધ્યાત્મિક પરંપરાઓ જાળવવાના મહત્વ વિ શે અને યુકેના અર્થતંત્ર, રાજકારણ અને સમાજમાં ભારતીય સમુદાયના મહાન યોગદાન વિશે વાત કરી હતી. પદ્મશ્રી બોબ બ્લેકમેને સાંસદ તરીકેના સમગ્ર સમયગાળા દરમિયાન યુ.કે.ની સંસદમાં હિંદુ હિતોને પ્રોત્સાહન આપવા માટે કરેલી મહેનતની સરાહના કરી હતી.

બોબ બ્લેકમેને 425મી વાર્તાના ઐતિહાસિક મહત્વ અને પેઢી દર પેઢી પસાર થતા મૂલ્યોના રક્ષણ, જાળવણી અને પ્રોત્સાહન માટે હિન્દુ સમુદાયના એક થવાના મહત્વ વિશે વાત કરી હતી.

LEAVE A REPLY