40 વર્ષથી લોકિંગ સ્ટમ્પ, વોરિંગ્ટનમાં સમુદાયની સેવા કરનાર અને ખાસ કરીને રોગચાળામાં સેવાઓ માટે પોસ્ટમાસ્ટર કુલદીપ ધિલ્લોન અને તેમની પત્ની બલબીર કૌરને BEM એનાયત કરાયો છે.
શીખ ગુરુદ્વારાના આઠ લોકોની ટીમમાં સામેલ દંપત્તીએ ફ્રન્ટલાઈન NHS સ્ટાફને પૌષ્ટિક ભોજન આપવા ગ્રોસરી ખરીદવા ભંડોળ એકત્ર કર્યું હતું. તેમના પ્રયાસથી રોગચાળાના પ્રથમ વર્ષમાં વોરિંગ્ટન અને હેલ્ટન હોસ્પિટલોમાં 35,000 લોકોને ભોજન પૂરું પાડવામાં મદદ મળી હતી. તેમના નાઇસા સ્ટોરની કસ્ટમર લોયલ્ટી સ્કીમ દ્વારા શાળા, ફૂટબોલ ટીમ અને યુવા ક્લબ સહિતના હેતુઓ માટે લગભગ £7,000 એકત્ર કર્યા હતા. શ્રીમતી કૌરે ફૂડબેંક માટે વધુ સામગ્રી ખરીદવા £4,000 એકત્ર કરવા માટે ઘરે બનાવેલી ‘કરી’ વેચી હતી.