(PTI Photo/Shashank Parade)

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રૂ.34,000 કરોડના બેન્ક ફ્રોડ કેસમાં દિવાન હાઉસિંગ ફાયનાન્સ લિમિટેડ (DHFL)ના ભૂતપૂર્વ ડાયરેક્ટર ધીરજ વાધવનની ધરપકડ કરી હતી.  એજન્સીએ મંગળવારે દિલ્હીની વિશેષ અદાલતમાં તેમને રજૂ કર્યા હતાં અને કોર્ટે તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતાં.

આ કેસ 17 બેન્કોના કોન્સોર્ટિયમ પાસેથી લોન લઇને કૌભાંડ આચરવાનો છે. સત્તાવાળાએ જણાવ્યું હતું કે સોમવાર મોડી રાતે મુંબઇમાંથી વાધવાનની ધરપકડ કરાઈ હતી. ડીએચએફએલના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને તેમના ભાઇ કપિલની ૧૯ જુલાઇ, ૨૦૨૨ના રોજ ધરપકડ કરાઈ હતી. એજન્સીએ કપિલ અને ધીરજ સહિત કુલ ૭૫ સામે ૧૫ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. જોકે ૩ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ તેમને તપાસ અધૂરી હોવા અને દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અપૂર્ણ હોવાના કારણે જામીન આપવામાં આવ્યા હતાં. આ ચુકાદાને દિલ્હી હાઇકોર્ટે પણ માન્ય રાખ્યો હતો.

સીબીઆઇએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાને ખામીયુક્ત ગણાવી ફગાવી દીધા હતાં. આ દરમિયાન મેડિકલ ગ્રાઉન્ડને આધારે ધીરજ વાધવાનને બોમ્બે હાઇકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતાં અને તેમને સારવાર માટે લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. કોર્ટે આપેલો પ્રોટેકશન પિરિયડ પૂર્ણ થતાં સીબીઆઇએ વાધવાનની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY