ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ કિષ્કિન્ધા છે કે અંજનેરી છે તે વિવાદના ઉકેલ માટે નાશિકમાં 31મેએ બોલવામાં આવેલી ધર્મસભામાં સાધુઓના બે જૂથો બેઠક વ્યવસ્થાના સહિતના મુદ્દે બાખડ્યા હતા. બે જૂથો વચ્ચે ઉગ્ર દલીલબાજીને પગલે શાંતિ અને વ્યવસ્થાની પુનઃસ્થાપના માટે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.
કિષ્કિન્ધા મહાપીઠી સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીના તાજેતરના દાવા બાદ આ ધર્મસભા બોલાવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ અંજનેરી નહીં, પરંતુ કિષ્કિન્ધા છે. અંજનેરી મહારાષ્ટ્રના નાશિકમાં આવેલું છે, જ્યારે કિષ્કિન્ધા કર્ણાટકના જૂના જમાના હમ્પી વિસ્તારમાં આવેલું હોવાનું માનવામાં આવે છે. તેમણે પોતાની વાત સાથે સંમત ન થતાં લોકોને પુરાવા આપવાનો પણ પડકાર ફેંક્યો હતો. આ પછી નાશિકના સાધુઓ અને મહંતોએ ધર્મસભા બોલવાનો નિર્ણય કર્યો હતો.
મંગળવારે ધર્મસભા ચાલુ થઈ ત્યારે તરત પ્રથમ બેઠક વ્યવસ્થાના મુદ્દે અને પછી બીજા મુદ્દે ઉગ્ર દલીલો થઈ હતી. આ પછી સાધુઓના જૂથોએ એકબીજા પર ટોણા માર્યા હતા. એક ધાર્મિક ગુરુ પોતાની ઓળખ રજૂ કરી રહ્યાં હતાં ત્યારે નાશિકના પ્રખ્યાત ભગવાન કલરામ મંદિરના મહંત સુધીરદાસે તેમને કોંગ્રેસી કહ્યા હોવાનું માનવામાં આવે છે. તેનાથી બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. મહંત સુધીરદાસે તો હાથ માઇક ઉઠાવી લીધું હતું.
દરમિયાન ગોવિંદાનંદ સરસ્વતીના અનુયાયીઓએ દાવો કર્યો હતો કે આ ધર્મસભામાં તેમને પોતાના અભિપ્રાય રાખવા દેવામાં આવ્યા ન હતા. તેનાથી બોલાચાલી થઈ હતી અને સ્થિતિ અંકુશ બહાર ન જાય તે માટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.