ધામેચા કેશ એન્ડ કેરીએ ઈસ્ટ લંડનમાં પોતાના હરીફ ટીઆરએસ પાસેથી એક ડેપો ખરીદ્યો છે. લેટનમાં આવેલી આ સાઈટ ધામેચા કેશ એન્ડ કેરીની 10મી શાખા બની રહેશે. ધામેચા હાલમાં લંડનમાં સાત શાખાઓ તથા બર્મિંગહામ અને લેસ્ટરમાં એક-એક શાખા ધરાવે છે.
નવી સાઈટ રીફરબિશ કર્યા પછી થોડા મહિનાઓ બાદ ધામેચા ત્યાંથી કારોબાર શરૂ કરશે.
આ સોદાની તમામ કામગીરી ફેબ્રુઆરીના અંત સુધીમાં પુરી થવાની ધારણા છે. પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ એક્સપોનેન્ટ દ્વારા 2019માં ટીઆરએસ તથા ઈસ્ટ એન્ડ ફૂડ્ઝ એક્વાયર કરાઈ હતી અને પછી બન્ને બ્રાંડ્સને જ એક કરવા વાઈબ્રન્ટ ફૂડ્ઝ નામનો નવો કારોબાર શરૂ કર્યો હતો. ધામેચાએ એક્સપોનેન્ટ પાસેથી આ લેટન ડેપો ખરીદ્યો છે.
ધામેચાના માલિક અને સીઈઓ પ્રદીપ ધામેચાના જણાવ્યા મુજબ તેમના આ સોદામાં ટીઆરએસ તથા ઈસ્ટ એન્ડની કેટલીક પસંદગીની બ્રાંડ્સનું પણ વેચાણ કરવાનો સમાવેશ થાય છે.
આ સોદા માટે અમે ટીઆરએસ અને તેના માલિકો વાઈબ્રન્ટ ફૂડ્ઝ સાથે થોડા સમયથી વાટાઘાટો કરી રહ્યા હતા અને અમારા ગ્રુપમાં આ એક ઉમેરો કરીને અમે ઉત્તેજનાની લાગણી અનુભવી રહ્યા છીએ.