બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં છ માળની જ્યુસ ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ઓછામાં ઓછા 52 લોકોના મોત થયા હતા અને આશરે 50 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, એમ શુક્રવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
નારાયણગંજ જિલ્લાના રૂપગંજમાં શેઝાન જ્યુસ ફેક્ટરીમાં ગુરુવારે સાંજે પ વાગ્યે આગ ફાટી નીકળી હતી. હાશેમ ફૂડ એન્ડ બેવરિજ બાંગ્લાદેશના મલ્ટિનેશનલ સાજીબ ગ્રૂપની કંપની છે અને તે શેઝાન બ્રાન્ડ હેઠળ મેન્ગો ફ્રૂટ ડ્રિન્ક બનાવે છે.
ફેક્ટરના ગાઉન્ડ ફ્લોરમાંથી આગ ફેલાઈ હતી તથા કેમિકલ અને પ્લાસ્ટિક બોટલને કારણે ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગથી બચવા માટે કેટલાંક કામદારોએ ઇમારત ઉપરના માળથી નીચે છલાંગ મારી હતી. હાશેમ ફૂડ લિમિટેડની ફેક્ટરીની આગ પર કાબુ મેળવવા માટે 18 ફાયરફાઇટિંગ યુનિટ કામે લગાડવામાં આવ્યા હતા. સ્થાનિક વર્તમાનપત્રના જણાવ્યા અનુસાર 44 કામગારો લાપત્તા બન્યા છે. કામદારોએ જણાવ્યું હતું કે આ ફેક્ચરીમાંથી બહાર નીકળવાનો ફ્રન્ટ ગેટ લોક કરવામાં આવેલો હતો. ફેક્ટરીમાં ફાયર સેફ્ટીના કોઇ ઉપાય કરવામાં આવ્યા ન હતા.