ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓનો રાજ્યમાં પ્રવાસ વધી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે જવાના છે. આ દરમિયાન તેઓ 29 સપ્ટેમ્બરે મોદી સુરતની મુલાકાત લેશે અને ત્યારે રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિવિધ વિકાસકાર્યોમાં પાણી પુરવઠાના રૂ.672 કરોડના કાર્યો, રૂ.890 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, રૂ.370 કરોડના ડ્રીમ (DREAM) સિટીના કાર્યો, રૂ.139 કરોડના ખર્ચે બાયોડાયવર્સિટી પાર્ક તેમજ અન્ય વિકાસકાર્યો જેવાં કે પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેરિટેજ રિસ્ટોરેશન, સિટી બસ / બીઆરટીએસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇલેક્ટ્રિક વેહિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY