
આઈપીએલ 2020મા રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે વાઇસ કેપ્ટન પાર્થિવ પટેલને પડતો મુકી પહેલી મેચમાં જ ઓપનર તરીકે દેવદત્ત પડિક્કલને તક આપી હતી. પડિક્કલે ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટન કોહલીને નિરાશ કર્યા નહોતા. તેણે પ્રથમ મેચમાં જ અડધી સદી કરી હતી. એ પછી પણ એ સારો દેખાવ કરતો રહ્યો અને સોમવારની છેલ્લી લીગ મેચમાં પણ તેણે અડધી સદી ફટકારી.
એ સાથે, પડિક્કલે આઈપીએલના ઈતિહાસમાં એક સીઝનમાં સૌથી વધુ અડધી સદીનો નવો રેકોર્ડ કરી શિખર ધવન અને શ્રેયસ અય્યરથી પણ આગળ નિકલી ગયો છે. યોગાનુયોગ એ છે કે 2008માં દિલ્હી ડેરડેવિલ્સ વતી શિખર ધવને 4 અડધી સદી કરી હતી ત્યારે તેને હજી ભારતીય ટીમ તક મળી નહોતી, પડિક્કલને પણ હજી ભારતીય ટીમમાં પસંદ કરાયો નથી.,પડિકલ્લને તો ડોમેસ્ટિક ક્રિકેટમાં તેના પ્રભાવશાળી દેખાવના આધારે આરસીબીએ આઈપીએલ 2020 માટે ટીમમાં સામેલ કર્યો હતો.
