Devastating tornado kills 26 in Mississippi, wreaks havoc
વિનાશકારી ચક્રવાતી તોફાન પછી 25 માર્ચ 2023ના રોજ મિસિસિપીના રોલિંગ ફોર્ક શહેરમાં નાશ પામેલા ઘરોનું હવાઈ દૃશ્ય.REUTERS/Cheney Orr

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં શુક્રવારની રાત્રે ત્રાટકેલા વિનાશકારી ચક્રવાતી તોફાનથી ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ કુદરતી આપત્તિ અનેક ઇમારતો નાશ પામી હતી અને વીજળી ગૂલ થઈ હતી અને ઘણા દક્ષિણ રાજ્યોમાં ગોલ્ફ બોલના કદના કરા પડ્યા હતા અને સંખ્યાબંધ લોકો લાપતા બન્યાં હતા. અલાબામામાં એક વ્યક્તિનું મોત થયું હતું.

મિસિસિપી ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ શનિવારની રાત્રે પુષ્ટિ કરી હતી કે 26 લોકોનાં મોત થયાં હતાં અને રાજ્યભરમાં ચાર લોકો ગુમ થયા હતા. ટોર્નેડોથી પ્રભાવિત લોકોની મદદ કરવા માટે અસંખ્ય સ્થાનિક લોકો અને રાજ્ય એજન્સીઓની સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમો તૈનાત કરવામાં આવી હતી.

નેશનલ વેધર સર્વિસે પુષ્ટી આપી હતી કે મિસિસિપીના 90 કિમી સુધીના ઉત્તપૂર્વ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ હતી. સિલ્વર સિટી અને રોલિંગ ફોર્ટના નામના શહેરોમાં પણ વિનાશના અહેવાલ મળ્યા હતા. ચક્રવાતી તોફાનથી પ્રતિકલાક 130ની ઝડપે પવન ફુંકાયો હતો અને તે અલાબામા તરફ નબળું પડ્યું વગર આગળ વધ્યું હતું.

નેશનલ વેધર સર્વિસે ચેતવણી આપી હતી કે તમારા જીવનને બચાવવા માટે સુરક્ષિત સ્થાન પર જતા રહો. તમે જીવન સામે જોખમ ઊભું થાય તેવી સ્થિતિમાં છે. ઉડતો કાટમાળ લોકો માટે જીવલેણ બની શકે છે. મોબાઈલ હોમ્સ નાશ પામશે. ઘરો, વ્યવસાયો અને વાહનોને નોંધપાત્ર નુકસાન થવાની સંભાવના છે અને સંપૂર્ણ વિનાશ શક્ય છે.

રોલિંગ ફોર્કના મેયર એલ્ડ્રિજ વોકરે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ત્રાટક્યા પછી તરત જ તે તેના ક્ષતિગ્રસ્ત ઘરમાંથી બહાર નીકળી શક્યા ન હતો કારણ કે પાવર લાઇન ડાઉન હતી.  ઈમરજન્સી રિસ્પોન્સર્સ ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલા લોકો ઘાયલ થયા છે તેની હાલમાં માહિતી મળી શકી નથી. આ શહેરના પૂર્વ મેયરના ઘરની બારીઓ પણ ઉડી ગઈ હતી. શાર્કી કાઉન્ટી શેરીફની ઓફિસમાં ગેસ લીક થયો હતો અને લોકો કાટમાળમાં ફસાયા હતા. રોલિંગ ફોર્ડ શહેર અને આજુબાજુના વિસ્તારમાં ઇમર્જન્સી અધિકારીઓએ અડધો ડઝન શેલ્ટર હોમ બનાવ્યા હતા.

મિસિસિપીના ગવર્નર ટેટ રીવસે શુક્રવારે રાત્રે ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે શોધ અને બચાવ ટીમો સક્રિય છે તથા અધિકારીઓ અસરગ્રસ્ત લોકો માટે વધુ એમ્બ્યુલન્સ અને ઇમર્જન્સી સપ્લાય મોકલી રહ્યા છે.

LEAVE A REPLY