રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં શનિવાર બપોર (25મે)એ વિકરાળ આગ ફાટી નીકળતાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા 28 લોકો બળીને ભડથુ થયાં હતાં. (PTI Photo)

રાજકોટમાં TRP ગેમ ઝોનના અગ્નિકાંડના થોડા કલાકોમાં પોલીસે આ ગેમ ઝોનના માલિક અને બે મેનેજર્સ સહિત 10 લોકોની પૂછપરછ માટે અટકાયત કરી હતી. ગેમ ઝોનના સંચાલક યુવરાજસિંહ સોલંકી તથા બે મેનેજરો નીતિન જૈન અને યજ્ઞેશ પાઠક અને કેટલાક સુરક્ષા કર્મચારીઓને અટકાયતામાં લેવામાં આવ્યા હતા.

એવું પણ બહાર આવ્યું હતું કે ગેમિંગ ઝોન ઓપરેટરોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ફરજિયાત પરવાનગીઓ અને લાઇસન્સ લીધા ન હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમિન ઠાકરે જણાવ્યું હતું કે તેઓ ફરજિયાત ફાયર નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વિના મનોરંજન સુવિધાનું સંચાલન કરતા હતા અને તે કોઈપણ મંજૂરી વિના ચાલી રહ્યું હતું.

ગેમ ઝોનના સંચાલકોએ મનોરંજન વિભાગ પાસેથી લાયસન્સ મેળવવું પડશે. પરંતુ TRP ગેમ ઝોનના માલિકોએ લાયસન્સ માટે અરજી કરી ન હતી. TRP ગેમ ઝોન છેલ્લા 18 મહિનાથી શહેરના મધ્યમાં કાર્યરત હતો અને તેના પ્રમોટર્સ મનોરંજનની સુવિધાનો વ્યાપકપણે પ્રચાર કરી રહ્યા હતા. તેઓએ પ્રચાર માટે સોશિયલ મીડિયા પ્રભાવકોને રાખ્યા હતા.

LEAVE A REPLY