ટેન ડાઉનિંગ સ્ટ્રીટના અધિકારીઓ યુકેમાં એસાયલમ માંગતા માઇગ્રન્ટ્સને મોલ્ડોવા, મોરોક્કો અથવા પપુઆ ન્યુ ગિનીમાં આવેલા ઑફશોર ડીટેન્શન સેન્ટર્સમાં રાખવાની દરખાસ્ત વિચારી રહ્યા છે એવું ગાર્ડિયન અખબાર દ્વારા જોવામાં આવેલા દસ્તાવેજોમાં જણાયું છે.
ફોરેન ઓફિસના અધિકારીઓ વિદેશમાં આવેલા ડિટેન્શન સેન્ટરમાં રખાયેલા માઇગ્રન્ટની અરજીઓ પર પ્રોસેસ કરવા માટે નંબર 10ની દરખાસ્ત બાબતે અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સાઉથ એટલાન્ટીક આઇલેન્ડ ઓફ એસેન્શન એન્ડ સેન્ટ હેલેના ખાતે ડીટેન્શન સેન્ટરનું નિર્માણ કરવાના સૂચનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગાર્ડીયને જોયેલા દસ્તાવેજો “ઓફીશીયલ્સ” અને “સેન્સેટીવ” લખાયું હતું અને તેમાં ફોરેન ઑફિસના અધિકારીઓની સલાહનો સારાંશ જણાવાયો હતો. ડાઉનિંગ સ્ટ્રીટે ઓસ્ટ્રેલિયા જેવી ઑફશોર એસાયલમ પ્રોસેસિંગ સુવિધા માટે પપુઆ ન્યુ ગિની અને નાઉરુના સંભવિત વિકલ્પો બાબતે સલાહ માંગી છે.
પેસિફિક આઇલેન્ડ્સ પર એસાયલમ સિકર્સની પ્રોસેસ કરવાની ઑસ્ટ્રેલિયન સિસ્ટમનો ખર્ચો એક વર્ષ માટે 13 બિલીયન ઓસ્ટ્રેલીયન ડોલર (£ 7.2 બિલીયન) જેટલો છે અને તો પણ માનવ અધિકાર જૂથો, સંયુક્ત રાષ્ટ્ર અને યુકે સરકાર તેની ટીકા કરે છે. આ સેન્ટર્સમાં અટકાયતીઓની કનડગત થતી હોવાની ફરિયાદોને પગલે ચિંતાઓ ઉભી થઇ છે.
ફાઇનાન્સિયલ ટાઇમ્સે બુધવારે અહેવાલ આપ્યો હતો કે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પણ અધિકારીઓને આ અંગે વિચારણા કરવા જણાવ્યું છે. સરકાર “વિગતવાર યોજનાઓ” પર કામ કરી રહી છે અને સેન્ટર ડિટેન્શન સેન્ટર બનાવવાના ખર્ચનો અંદાજ મેળવી રહી છે.