માનવ તસ્કરીની આશંકાને આધારે આશરે ચાર દિવસ પહેલા ફ્રાન્સમાં 303 ભારતીય મુસાફરો સાથે ડિટેઇન કરાયેલા ચાર્ટર પ્લેનને ફ્રાન્સના ન્યાયાધીશે દેશ છોડવાની પરવાનગી આપી હતી. આ પછી આ વિમાને મુંબઈ આવવા માટે ઉડાન ભરી હોવાનું માનવામાં આવે છે. બે દિવસ સુધી મુસાફરોની પૂછપરછ કર્યા પછી એરબસ A340ને ફ્રાન્સ છોડવાની મંજૂરી આપી હતી. આ વિમાનના ગુજરાતના 96 લોકો હોવાનું પણ માનવામાં આવે છે.
દુબઈથી 303 મુસાફરોને લઈને નિકારાગુઆ જતાં આ વિમાનને ગુરુવારે ફ્રાન્સના માર્નેના ચાલોન્સ-વેટ્રી એરપોર્ટ પર અટકાવી દેવામાં આવ્યું હતું અને આ પછીથી તમામ મુસાફરો ફ્રાન્સ સત્તાવાળાની અટકાયત હેઠળ રાખવામાં આવ્યાં હતા. આ ચાર્ટર પ્લેનમાં ભારતના લોકોને ગેરકાયદેસ રીતે અમેરિકા કે કેનેડામાં ધુસાડવા માટે લઈ જવામાં આવતા હોવાનું માનવામાં આવે છે.
મુસાફરોને એરપોર્ટના વેઇટિંગ એરિયામાં રાખવા કે નહીં તેની જજ રવિવારે સુનાવણી કરી હતી. પેરિસથી 150 કિમી દૂર આવેલા વેટ્રી એરપોર્ટને કોર્ટરૂમ બનાવવામાં આવ્યો હતો. 303
ભારતીય દૂતાવાસે કહ્યું હતું કે તે હાલમાં વર્ટી એરપોર્ટ પરના ભારતીયોના મુદ્દે ફ્રાન્સ સરકારનાં સંપર્કમાં છે અને આ મામલાના ઝડપી ઉકેલ માટે પ્રયાસ કરી રહ્યું છે. એમ્બેસીના કોન્સ્યુલર સ્ટાફને એરપોર્ટ પર તૈનાત કરાયા હતા.
એરપોર્ટ રિસેપ્શન હોલને વેઇટિંગ એરિયામાં પરિવર્તિત કરાયો છે. 303 મુસાફરોમાંથી 11 સગીર વયના હતા. આમાંથી છ વ્યક્તિએ ફ્રાન્સમાં રાજકીય આશ્રયની વિનંતી કરવાની કાર્યવાહી ચાલુ કરી હતી. માર્ને પ્રીફેક્ટની ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઇમર્જન્સી સર્વિસે વેટ્રી એરપોર્ટ પર ફસાયેલા 303 મુસાફરો માટે કામચલાઉ બેડ, શૌચાલય, શાવર અને ભોજનની સુવિધા આપી હતી. ગ્રાઉન્ડેડ એરબસ A340 લિજેન્ડ એરલાઇન્સ નામની રોમાનિયન ચાર્ટર કંપનીની છે