(ANI Photo)

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે મંગળવારે ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને ડેરાના ભૂતપૂર્વ સભ્યની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતાં. ડેરાની રાજ્ય-સ્તરીય સમિતિના સભ્ય રણજીત સિંહની 2002માં ગોળી મારીને હત્યા કરાઈ હતી.

એવો આરોપ હતો કે એક અનામી પત્ર ફરતો કરવામાં શંકાસ્પદ ભૂમિકા માટે રણજીત સિંહની હત્યા કરાઈ હતી. આ પત્રમાં વર્ણવવામાં આવ્યું હતું કે હરિયાણાના સિરસા ખાતેના ડેરાના મુખ્યાલયમાં કેવી રીતે રામ રહીમ મહિલાઓનું યૌન શોષણ કરતો હતો.

2021માં સીબીઆઈ કોર્ટે રામ રહીમ અને અન્ય ચારને હત્યા કેસમાં દોષી ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. વિશેષ અદાલતે જણાવ્યું હતું કે તે સાબિત થયું છે કે ડેરા વડા આ પત્રથી નારાજ થયા હતા અને અન્ય આરોપીઓ સાથે મળીને રણજીત સિંહની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. 56 વર્ષીય ડેરા પ્રમુખે આ દોષિતતાને હાઈકોર્ટમાં પડકારી હતી. સીબીઆઈ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા અન્ય ચારને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

વિવાદાસ્પદ ડેરા પ્રમુખ ડેરામાં બે સાધ્વીઓ પર બળાત્કાર અને પત્રકાર રામચંદર પ્રજાપતિની હત્યાના કેસમાં દોષિત જાહેર થયા બાદ હાલમાં જેલમાં છે. રામ રહીમ હવે 20 વર્ષની જેલની સજા ભોગવી રહ્યો છે અને તેને આ સજાને પણ હાઈકોર્ટમાં પડકારી છે.

ગુરમીત રામ રહીમ સામે જાતીય શોષણના ચોંકાવનારા આરોપો સામે આવ્યા બાદ ડેરા સચ્ચા સૌદાએ હેડલાઈન્સ બનાવી હતી અને સીબીઆઈએ આ મામલે તપાસ શરૂ કરી હતી. 2014માં તપાસ શરૂ થયાના એક દાયકા પછી, ડેરાના વડાએ દાવો કર્યો હતો કે તેઓ નપુંસક છે, પરંતુ કોર્ટે આ દાવાને નકારી કાઢ્યો હતો. 2017માં સજા જાહેર થયા પછી અનેક વિસ્તારોમાં હિંસા અને આગચંપી થઈ હતી. તેમાં ત્રીસ લોકો મૃત્યુ પામ્યા અને 250થી વધુ ઘાયલ થયા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે આર્મી બોલાવવી પડી હતી.

 

 

LEAVE A REPLY