શરાબ કૌભાંડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ રવિવારે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી. CBIએ 8 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ પુરાવા નાશ કરવાના આરોપસર ધરપકડ કરી હતી. મનીષ સિસોદીયા એક રેલી સાથે સવારે 11.10 કલાકે નવી દિલ્હીમાં CBI કાર્યલય પૂછપરછ માટે પહોંચ્યા હતા.
CBIએ મનિષ સિસોદીયાને પૂછપરછ દરમિયાન ઘરે પણ જવા દીધા ન હતા. આ સમયે જ મનીષ સિસોદીયાની ધરપકડ થશે તેવી આશંકા જોવા મળી રહી હતી. સિસોદીયા CBI કાર્યલય પહોંચે તે પહેલા પણ કહી રહ્યા હતા કે, તેમની ધરપકડ કરવામમાં આવશે. સિસોદીયાની ધરપકડ કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. આપના રાજ્યસભાના સાંસદ સંજ્યસિંહે કહ્યુ હતુ કે, આ ખરેખર તાનાશાહી છે.
બીજી તરફ ભાજપે પણ વળતો હુમલો કરતાં જણાવ્યું હતું કે દિલ્હીના હજારો લાખો પરિવારોને દારૂના નશામં ધકેલવામાં આવ્યા હતા. કોરોનાકાળમાં જ્યારે લોકોને દવા, ઓક્સિજન સિલિન્ડર જોઈતુ હતુ ત્યારે આ લોકોએ દારૂની દુકાનો ખોલી હતી. મનીષ સિસોદીયા પર આરોપ છે કે, દારૂના વેપારીઓને લાઈસન્સ આપવામાં દિલ્હી સરકારે ગેરરીતિ કરી છે. દિલ્હી સરકારે દારૂના વેપારીઓને ફાયદો પહોંચાડ્યો છે.