અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરના ડેપ્યુટી કલેક્ટરની કલાસ-ટુ સરકારી મહિલા ઓફિસરને અશ્લિલ મેસેજ મોકલવા બદલ પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. આરોપીનું નામ મયંક પટેલ છે અને તે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના શિહોરા ગામનો વતની છે.
આરોપી પર મહિલાને બિભત્સ ફોટોગ્રાફ તેમજ મેસેજ કરી તેને પરેશાન કરવાનો આરોપ છે. મયંક પટેલ છેલ્લા એક વર્ષથી મહિલાને પરેશાન કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ડે. કલેક્ટર અને ફરિયાદી મહિલા અગાઉ એકબીજાના પરિચયમાં આવ્યા હતા. જોકે, ફોન નંબર્સની આપ-લે બાદ મયંક પટેલે યુવતીને ગંદા મેસેજ મોકલવાનું શરુ કરી દીધું હતું.
મહિલાએ એવો પણ આક્ષેપ છે કે, મયંક પટેલ માત્ર યુવતીને જ નહીં પરંતુ તેના પરિવારજનોને પણ આ જ પ્રકારના કૃત્ય દ્વારા પરેશાન કરતો હતો. આખરે મયંક દ્વારા અપાતો ત્રાસ સહન ના થતાં ભોગ બનનારી મહિલાએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતા સાયબર ક્રાઈમ બ્રાંચ મોડાસાથી મયંક પટેલને પકડીને અમદાવાદ લઈ આવી હતી. આરોપીના મોબાઈલમાંથી તે યુવતીને બિભત્સ ફોટા અને મેસેજ મોકલતો હોવાના પુરાવા પણ મળી આવ્યા હોવાનું સૂત્રોના હવાલેથી જાણવા મળી રહ્યું છે.પ્રાથમિક તપાસમાં મળેલી વિગતો અનુસાર, મયંક પટેલ આ મહિલાના એક તરફી પ્રેમમાં હોવાની પણ પોલીસને શંકા છે. મયંક કેટલા સમયથી મહિલાના સંપર્કમાં હતો,