બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ (ફાઇલ ફોટો . (Photo by Ian Gavan/Getty Images)

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ છે. હાલ તે પરિવારની સાથે બેંગ્લુરુમાં છે. લગભગ 10 દિવસ પહેલા દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજ્જાલા અને બહેન અનિષામાં લક્ષણો જોવા મળતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ ત્રણેય કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ આઈસલેટ થયા હતા પરંતુ, અઠવાડિયા પછી પણ પ્રકાશ પાદુકોણનો તાવ નહીં ઉતરતા તેઓને બેંગ્લુરુની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.દીપિકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણની તબિયત સુધારા પર છે. દીપિકાની માતા અને બહેન ઘરે છે. પ્રકાશ પાદુકોણને બે દીકરીઓ છે, જેમાં દીપિકા પાદુકોણ મોટી દીકરી છે અને અનિષા નાની દીકરી છે. દીપિકા પાદુકોણ બોલિવૂડની ટોચની એક્ટ્રેસ છે, જ્યારે અનિષા ગોલ્ફર છે. દીપિકા પાદુકોણ કોરોનાકાળમાં મેન્ટલ હેલ્થ પર કામ કરી રહી છે.