અમેરિકામાં પાકિસ્તાન અમેરિકાના જયોર્જ ફલોયડના પોલીસના ટોર્ચરથી મૃત્યુ બાદ જે રંગભેદ વિરોધી દેખાવો અને તોફાનો ફાટી નીકળ્યાં છે તે હવે વિશ્વના અનેક દેશોમાં ફેલાઈ રહ્યાં છે. વોશિંગ્ટનમાં જે રીતે સતત વધતી જતી અશાંતિ વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 10000થી વધુ સૈનિકોને આ મેગા સીટીમાં ઉતારવાની યોજના બનાવી છે.
જો કે આ પ્રકારના તોફાનોમાં લશ્કરીદળોના ઉપયોગ સામે દેશના સંરક્ષણ નિષ્ણાંતો એ ચેતવણી આપી છે. વિશ્વમાં અમેરિકા બાદ બ્રિટનમાં લંડનમાં દેખાવોને વિખેરવાની કામગીરીમાં 12 પોલીસ કર્મચારીને ઈજા થઈ હતી. વિક એન્ડના કારણે લંડનના માર્ગો પર હજારો લોકો એકત્ર થયા હતા અને ‘મોન એ પણ હિંસા’ છે તેવા પ્લેકાર્ડ સાથે બ્રિટીશ સરકારના નબળા પ્રતિભાવો સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જર્મનીમાં ફૂટબોલર્સની ટીમ દ્વારા રેડ કાર્ડ ટુ રેસીઝમ અને બ્લેક લાઈવ્ઝ જેવા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા. પોલીસે તોફાન રોકવા 93 લોકોને અટકમાં લીધા હતા. ઓસ્ટ્રેલિયામાં જે રીતે દેખાવોથી સામાન્ય જનને અસર થઈ રહી છે. તેની સામે વડાપ્રધાન સ્કોટ-મોરીસને લોકોને દેખાવો કરવાનો કોઈ સારો માર્ગ શોધવા અપીલ કરી હતી. સીડનીમાં સ્મોકીંગ સેરેમની જેવા પ્રયોગથી વિરોથ થયો હતો.