અવસાન નોંધ

0
1369
  • અગાઉ કિમિલીલી, કેન્યા ખાતે રહેતા અને ત્યાંથી યુકે આવી કોવેન્ટ્રી અને પછી સ્ટેનમોર, મિડલસેક્સ ખાતે સ્થાયી થયેલા લીલાવંતીબેન ગોકળદાસભાઇ નાથુભાઇ મજીઠીયાનું શુક્રવાર તા. 8મી મે 2020 શુક્રવારે 100 વર્ષની ઉંમરે ઘરે પરિવારજનોની હાજરીમાં શાંતિથી નિધન થયું હતું. તેઓ ખૂબ જ ધર્મિક પ્રકૃતીના હતા અને તેમને પુષ્ઠીમાર્ગીય સંપ્રદાયના અગ્રણી સંતો વગેરેના દર્શનનો લાભ મળ્યો હતો. સંપર્ક: પ્રફુલભાઈ મજીઠીયા 07969 016 139.
  • મૂળ દેવડા – ભારતના વતની અને ઘણા સમય સુધી જીંજા- યુગાન્ડામાં રહ્યા બાડ હાલ લેસ્ટર સ્થિત વિઠ્ઠલદાસ કાકુલાલ ચોટાઈનું મંગળવાર તા. 5 મે 2020ના રોજ તેમના 88 મા જન્મદિવસે શાંતિપૂર્ણ રીતે નિધન થયું હતુ. સંપર્ક: નલિની ચોહાન – 07885 645 517.
  • લોહાણા સમાજના અગ્રણી અને વિવિધ સમાજસેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી કલ્યાણજીભાઇ મોરારજી ખેરાજ ઠકરારનુ 79 વર્ષના વયે તા. 9-5-2020ના રોજ સવારે 7 કલાકે પરિવારજવનોની ઉપસ્થિતીમાં દુ:ખદ નિધન થયુ છે. સંપર્ક: 07774 638 428.
  • હેરો, લંડનમાં રહેતા શ્રીમતી પ્રવિણાબેન રતિલાલ કુંવરજી કથરાણીનુ 83 વર્ષની વયે તેમના પરિવારની હાજરીમાં ગુરૂવાર તા. 23 એપ્રિલ 2020ને સવારે 55 વાગ્યે દુ:ખદ નિધન થયુ છે. શ્રીમતી હર્ષા બુદ્ધદેવ – 07813 622 136.
  • હાલ હેરો ખાતે રહેતા અને મૂળ નૈરોબી, કેન્યાના વતની શ્રીમતી પ્રભાબેન અમૃતલાલ સુંદરજી રાયઠઠ્ઠાનું બુધવાર, તા. 22 મી એપ્રિલ 2020ના રોજ 91 વર્ષની વયે શાંતિથી નિધન થયું છે. સંપર્ક:  જયશ્રીબેન પોપટ: 07534- 667576
  • અગાઉ હેલ્ડ ગ્રીન (ચેશાયર) અને બ્લેન્ટાયર (માલાવી) ખાતે અને લેસ્ટરના વિશ્રામ ઘર ખાતે રહેતા શ્રીમતી મણીબેન વિઠ્ઠલદાસ જેરામ મામતોરાનુ તા. 17 એપ્રિલ 2020ના રોજ દુ:ખદ નિધન થયું છે. સંપર્ક વિગતો: પ્રવિણ મામતોરા 07777 655 865.

ગરવી ગુજરાત પરિવાર તરફથી પરમકૃપાળુ પરમાત્માને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સૌ સ્વર્ગસ્થના આત્માને શાશ્વત શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને આ કપરી પળોમાં આ આઘાત સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: