Double murder in Ilford, Killers used fireworks to cover up triple shooting
પ્રતિક તસવીર

લેસ્ટરમાં ગણેશજીની પ્રતિમા લઇને જઇ રહેલા થોડાક લોકોના જુથને કોઇ પણ પ્રકારની તકલીફ ન હોવા છતાય તેમને અટકાવાનો પ્રયાસ કરી વયોવૃધ્ધ પૂજારીને ધક્કે ચઢાવવાના અને બિઝનેસમેન ધર્મેશભાઇ લાખાણીની વણજોઇતી ધરપકડ કરવાના મામલે લેસ્ટરશાયર પોલીસના અધિકારી આદમ અહેમદને સસ્પેન્ડ કરી કાયદેસર કાર્યવાહી કરવા માંગ થઇ રહી છે.

વગર કામના અતિશય બળનો ઉપયોગ કરીને લેસ્ટરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં વિક્ષેપ પાડનાર પોલીસ સાર્જન્ટ આદમ અહેમદને સસ્પેન્ડ કરવાની માંગ કરતા ઇનસાઇટ યુકે તરફથી જણાવાયું હતું કે ‘’અમે આ પોલીસ અધિકારીના પગલાની નિંદા કરીએ છીએ અને માનીએ છીએ કે સાર્જન્ટ અહેમદ દ્વારા લેવાયેલા પગલાઓ અનિચ્છનીય હતા. રસપ્રદ વાત એ છે કે આ જ ઓફિસર અહેમદે 23મી જુલાઈ 2023ના રોજ બાગેશ્વર ધામના બાગેશ્વરજીના કાર્યક્રમ દરમિયાન પ્રજાપતિ હોલની બહાર વિવાદ સર્જ્યો હતો.’’

આ બબાતે change.org પર કરવામાં આવેલી એક પીટીશનમાં 7,113 લોકોએ સહી કરીને સાર્જન્ટ અહેમદ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જ્યોત્સના પાલા દ્વારા શરૂ કરાયેલ પીટીશનમાં જણાવાયું હતું કે સોમવાર 18મી સપ્ટેમ્બર 2023 ના રોજ સાંજે લેસ્ટરમાં શિવાલય મંદિરની બહાર બનેલી ઘટનાઓથી અમે ચોંકી ઉઠ્યા છીએ. અમે શ્રી ધર્મેશ લાખાણી અને મંદિરના વૃદ્ધ પૂજારી સાથે સાર્જન્ટ આદમ અહેમદ દ્વારા જે રીતે વ્યવહાર કરાયો તેની નિંદા કરીએ છીએ. હકીકતો જાણવા અને સમગ્ર શહેરને આશ્વાસન આપવા માટે લેસ્ટરશાયર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસને અમે આવકારીએ છીએ. અમે માનીએ છીએ કે આ પોલીસ અધિકારીના પગલાઓની સ્વતંત્ર તપાસ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. આ દરમિયાન, જ્યાં સુધી મામલો પૂરો ન થાય ત્યાં સુધી સાર્જન્ટ અહેમદને તેમના પદ પરથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.’’

મિડલેન્ડ્સ કેરના શ્યામલ રાજાએ પણ લેસ્ટર પોલીસના ચીફ કોન્સ્ટેબલ રોબ નિક્સનને તથા એમપી ક્રિસ ફીલીપ, માઈકલ ગોવ, એમપી, લોર્ડ ઇયાન ઓસ્ટિનને એક પત્ર લખી આ બનાવની ઝીણવટભરી તપાસ કરવા માંગ કરી હતી.

LEAVE A REPLY