દિલ્હી સરકાર 12 જાન્યુઆરીથી હોમ આઇસોલેશનમાં રહેલા રહેલા કોરોના દર્દીઓ માટે ઓનલાઇન યોગા અને પ્રાણાયામ ક્લાસ ચાલુ કરશે. આ અંગેની જાહેરાત કરતી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે આ પ્રકારની પહેલ વિશ્વમાં તેના પ્રકારની પ્રથમ છે. દિલ્હી કી યોગશાળા પ્રોગ્રામ હેઠળ સવારે 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 4થી 7 વાગ્યા વચ્ચે આઠ ક્લાસિસ ચાલુ થશે. કેજરીવાલે જણાવ્યું હતું કે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને રજિસ્ટ્રેશન લિન્ક મોકલવામાં આવશે અને દર્દીઓ તેમની સાનુકૂળતા મુજબ કલાસ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ક્લાસ 15ની બેચમાં યોજવામાં આવશે. સરકાર પાસે આશરે 40,000 દર્દીઓની સંભાળ માટે પૂરતા યોગા ઇન્સ્ટ્રક્ટર છે.
દિલ્હીમાં કોરોનાના નવા 21,259 કેસ, 23ના મોત
દિલ્હીમાં 11 જાન્યુઆરીએ કોરોનાના નવા 21,259 કેસ નોંધાયા હતા, જે 1 મે પછીથી સૌથી વધુ છે. આ ઉપરાંત 23 લોકોના મોત થયા હતા, જે ગયા વર્ષના 16 પછીનો સૌથી ઊંચો દૈનિક મૃત્યુઆંક છે. રાષ્ટ્રીય રાજધાનનીમાં કોરોના પોઝિટિવિટી રેટ વધીને 25.65 ટકા થયો હતો, એમ આરોગ્ય વિભાગે મંગળવારે જણાવ્યું હતું. આ પોઝિટિવિટી રેટ 5 મે પછીનો સૌથી ઊંચો છે. જાન્યુઆરીના પ્રથમ દિવસ દિવસમાં કોરોનાને કારણે 70 લોકોના મોત થયા હતા. શહેરમાં એક્ટિવ કેસની વધીને 74,881 થઈ હતી, જેમાંથી 50,796 દર્દી હોમ આઇસોલેશનમાં હતા.