નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધના દેખાવોમાં હિંસા અને નેતાઓને ભડકાઉ નિવેદનોને લઈને દિલ્હી પોલીસને ઠપકો આપનાર દિલ્હી હાઈકોર્ટના જજ એસ મુરલીધરનની ટ્રાન્સફર પંજાબ અને હરિયાણા હોઈકોર્ટમાં કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે બુધવારે રાતે આ અંગેની નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પહેલા જસ્ટિસ મુરલીધરને 3 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન પોલીસ કમિશ્નરને ભડકાઉ ભાષણોના તમામ વીડિયો બતાવવા અને એફઆઈઆર નોંધવાનો આદેશ કર્યો હતો. આજે આ મામલામાં ચીફ જસ્ટિસ ડી એન પટેલની કોર્ટમાં સુનાવણી થશે.
જસ્ટિસ મુરલીધરને ઉતર-પૂર્વ દિલ્હીમાં હિંસા અને ભડકાઉ ભાષણ આપનાર નેતાઓ પર કાર્યવાહી માટે દાખલ અરજી પર પોલીસને ઠપકો આપ્યો હતો. પોલીસને પૂછ્યું- શું હિંસા ભડકાવનારાઓ પર તાત્કાલિક એફઆઈઆર નોંધવાની જરૂર નથી ? હિંસા રોકાવા માટે તાત્કાલિક પગલા ભરવાની જરૂર છે. અમે દિલ્હીમાં 1984 જેવી સ્થિતિ બનવા દઈશું નહિ. આ કારણે જે ઝેડ સિક્યોરિટી વાળા નેતા છે, તેઓ લોકોની વચ્ચે જાય.
તેમને સમજાવે, જેથી તેમને ભરોસો આવે. 3 કલાક સુધી ચાલેલી સુનાવણી દરમિયાન પોલીસ કમીશનરે ભડકાઉ ભાષણોના તમામ વીડિયો જોવા અને ભાજપ નેતા કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્માની વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ મુરલીધરને હાઈકોર્ટમાં કપિલ મિશ્રાનો વાયરલ વીડિયો પણ પ્લે કર્યો હતો. ગુરુવારે આ મામલામાં ચીફ જસ્ટિસ ડી એન પટેલની કોર્ટમાં સુનાવણી થશે.
આ પહેલા જસ્ટિસ મુરલીધરને હિંસામાં ઘાયલ લોકોની સુરક્ષા અને સારી સારવાર માટે મંગળવારે અડધી રાત પોતાના ઘરે સુનાવણી કરી હતી. આ દરમિયાન પોલીસે આદેશ આપ્યો હતો કે તે મુસ્તફાબાદની એક હોસ્પિટલથી એમ્બ્યુલન્સને સુરક્ષિત રસ્તો આપે અને દર્દીઓને સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરાવે. દિલ્હીમાં CAAને લઈને થયેલી હિંસામાં બુધવારે 14 લોકો હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. તેની સાથે જ મરનારાઓની સંખ્યા 27 થઈ ગઈ છે. 250 લોકો ઘાયલ છે. નાની-મોટી હિંસાઓને બાદ કરતા દિલ્હીમાં બુધવાારે શાંતિ રહી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ ભાઈચારાને જાળવી રાખવાની અપીલ કરી છે.