કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને કેટલાક સૂચનો કર્યા છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, બે સ્તરે કામ કરવાની જરુર છે. એક તો ઈકોનોમી અને બીજુ મેડિકલ સુવિધાઓ.કોરના સામે અસલી લડાઈ રાજયોની સરકારો અને જિલ્લા સ્તરે લડાઈ રહી છે ત્યારે કેન્દ્રે રાજ્યોને મદદ કરવા માટે પ્રયાસ કરવા જોઈએ. સરકારે મારા મત વિસ્તાર વાયનાડ(કેરાલા રાજ્યમાં રાહુલ ગાંધી જે મત વિસ્તારના સાંસદ છે)નુ મોડેલ અપનાવવુ જોઈએ.
કેરાલામાં કોરોનાનો સામનો કરવા માટે જે રણનીતિ બનાવાઈ છે તેની અસર દેખાઈ રહી છે.રાહુલ ગાંધીના મતે અર્થવ્યવસ્થા માટે પણ કરામ કરવાની જરુર છે. ગરીબો માટે અનાજ સંકટ ઉભુ ના થાય તે જોવુ પડશે. બેકારી વધશે તેનો ઉકેલ લાવો પડશે. તેમજ લઘુ તથા સૂક્ષ્મ લઘુ ઉદ્યોગો માટે સરકારે પેકેજની જાહેરાત કરવી જોઈએ.તેમણે કહ્યુ હતુ કે, લોકડાઉનના કારણે કોરોના ખતમ નથી થયો પણ તેનો પ્રસાર રોકાયો છે.
જેવુ લોકડાઉન હટશે કે કોરોનાના કેસ વધશે. આ સંજોગોમાં મેડિકલ સુવિધાઓ પહેલેથી જ વધારવી જોઈએ.જેથી કોરોના સામે લડાઈ લડી શકાય. જે લોકોને પૈસાની જરુર છે તેમને આર્થિક મદદ પહોંચી નથી રહી. લોકો પાસે રેશન કાર્ડ પણ નથી. તેમને કાર્ડ વગર અનાજ મળવુ જોઈએ. દરેક ગરીબ પરિવારને દર સપ્તાહે 10 કિલો ઘઉં કે ચોખા, એક કિલો ખાંડ અને દાળ મળવી જોઈએ.