ભારતની રાજધાની નવી દિલ્હીમાં કોરોનાએ રૌફ સ્વરૂપ ધારણ કર્યું છે. દિવાળીના ઉત્સવો દરમિયાન લોકોએ સાવચેતીના પગલાં ન લેતા બુધવારે વિક્રમજનક 131 લોકોના મોત થયા હતા. આની સાથે નવા
7, 468 નવા કેસ સાથે કોરોનાના કુલ કેસનો આંક પાંચ લાખને વટાવી ગયો છે. અગાઉ 12 નવેમ્બરે સૌથી વધુ 104 વ્યક્તિને એક દિવસમાં મોત થયા હતા.
કોરોનાથી મૃત્યુની સંખ્યામાં વધારાની સાથે કુલ કેસોમાં પણ વધારો થયો છે. માત્ર છેલ્લાં 15 દિવસમાં દિલ્હીમાં એક લાખ કેસ નોંધાયા છે.મુંબઇમાં કોરોનાના કુલ કેસ અત્યાર સુધી 2.7 લાખ કેસ નોંધાયા છે. દિલ્હીમાં અત્યાર સુધી 7,943 લોકોના મોત થયા છે, જ્યારે મુંબઈમાં 10,615 લોકોના મોત થયા છે.
દિલ્હીમાં છેલ્લા છ માસમાં એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં લોકો મરણ પામ્યા હોવાનો આ પ્રથમ કિસ્સો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે તમામ રાજકીય પક્ષોના નેતાઓની એક ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને કોરોનાને કાબુમાં લેવા તત્કાળ શું કરી શકાય એની ચર્ચા કરી હતી. દિવાળીના પર્વની ઊજવણીમાં લોકો આ ચેતવણી ભૂલી ગયા હતા. પરિણામે કોરોના વિકરાળ બન્યો હતો. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન સિસોદિયાએ એવો દાવો કર્યો હતો કે દિલ્હીની હૉસ્પિટલોમાં કોરોના વોર્ડની અને બેડની સંખ્યા વધારવામાં આવી હતી. આખા દેશની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોનાના કેસનો આંકડો આશરે 90 લાખે પહોંચ્યો છે.