સુજ્ઞ વાચક મિત્રો,
રોયલ મેઇલના કર્મચારીઓ દ્વારા પાડવામાં આવી રહેલી હડતાળોના કારણે આપના લોકપ્રિય સાપ્તાહિકો ગરવી ગુજરાત સહિત એશિયન મિડીયા ગૃપ દ્વારા પ્રકાશીત અન્ય પ્રકાશનો મળવામાં વિલંબ થઇ રહ્યો છે.
મિત્રો, અમે આપ સૌના પ્રિય ગરવી ગુજરાત સાપ્તાહિકને દર મંગળવારે નિયમિત રીતે તૈયાર કરી દઇએ છીએ અને તેનું પ્રિન્ટીંગ પણ નિયમિત થઇ જાય છે. પરંતુ જ્યારે તેને પોસ્ટ કરાય છે ત્યારે હડતાળના કારણે અને રોયલ મેઇલના ડેપોમાં સર્જાયેલા પોસ્ટ અને પાર્સલ્સના બેકલોગના કારણે આપને ગરવી ગુજરાત સહિતના પ્રકાશનો નિયમીત મળી શકતા નથી. આપ જોશો તો આપની અન્ય ટપાલો પણ આ જ કારણે મોડી થઇ રહી હશે. રોયલ મેઇલના કર્મચારીઓ આગામી 14, 15, 23 અને 24 ડિસેમ્બરના રોજ હડતાળ પર જવાના હોવાથી ફરીથી વિલંબ થઇ શકે છે.
કેટલાક વાચકોને પ્રિય ગરવી ગુજરાત સાપ્તાહિક નિયમીત મળ્યું ન હોવાના સમાચાર જાણીને અમને દુ:ખ થઇ રહ્યું છે. અમે આ બાબતે રોયલ મેઇલ સાથે સંપર્કમાં છીએ અને આપ પણ આ તકલીફ અંગે ફરિયાદ કરી શકો છો. આપણે આશા રાખીએ કે તેમની હડતાળનો જલ્દીથી અંત આવે અને આપનું લોકપ્રિય સાપ્તાહિક ગરવી ગુજરાત આપને નિયમીત મળે.
- વ્યવસ્થાપક