અભિનેત્રી દીપિકા પાદુકોણથી પોતાના જોડાણને લઇ પ્રમુખ બ્રાન્ડસ સતર્ક થઇ રહી છે. જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર થયેલ હુમલા પ્રકરણને લઇ તેનો સખત વિરોધ થઇ રહ્યો છે. તેના વિરોધમાં લેફ્ટ વિંગના વિદ્યાર્થીઓ તરફથી આયોજીત એક પ્રદર્શનમાં દીપિકા પાદુકોણ પણ કેમ્પસમાં ગઇ હતી. તેનાથી નારાજ એક વર્ગે દીપિકાની નવી ફિલ્મ છપાકનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું. હવે આ વિવાદને જોઇ દીપિકા સાથે જોડેયેલ બ્રાન્ડસ પણ સતર્ક થઇ રહી છે.
કેટલીક બ્રાન્ડસએ કહ્યું કે, તેઓ દીપિકાવાળી પોતાની જાહેરાતોને ઓછી દેખાડી રહ્યા છે.કોકાકોલા અને એમેઝોન વગેરેને રિપ્રેઝેન્ટ કરનાર IPG મીડિયા બ્રાન્ડ્સમાં ચીફ એગ્જિક્યૂટિવ શશિ સિંહાએ કહ્યું કે,”સામાન્ય રીતે બ્રાન્ડ સુરક્ષિત દાવ જ રમે છે. તેઓ કોઇ પણ વિવાદથી બચવા માંગે છે.”પોતાની ફિલ્મ છપાકની રિલીઝના ત્રણ દિવસ પહેલા દીપિકા 7 જાન્યુઆરીએ જેએનયૂ કેમ્પસ ગઇ હતી.
ગુંડાઓના હુમલામાં જેએનયૂ વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષ પાસે ઉભેલ દીપિકાની તસવીર વાયરલ થઇ ગઇ હતી. આ અંગે જ્યાં તેના સાહસની પ્રશંસા કરવામાં આવી, ત્યાં જ કેટલાક મંત્રીઓ, દક્ષિણપંથી ટ્રોલર્સોએ તેના પર નિશાનો સાદ્યો હતો. એક મીડિયા બાઇંગ એજેન્સીના એગ્જિક્યૂટિવએ કહ્યું,’મધ્યમ કદના એક બ્રાન્ડએ અમને કહ્યું છે કે, દીપિકાવાળી અમારી જાહેરાતો બે અઠવાડિયા માટે રોકી દેવામાં આવે.
આશા છે કે, ત્યાં સુધી વિવાદ ઠંડો પડી જશે.’ દીપિકા બ્રિટાનિયાના ગુડ-ડે, લોરિયલ, તનિષ્ક, વિસ્તારા એરલાઇન્સ અને એક્સિસ બેંક સહિત 23 બ્રાન્ડ માટે જાહેરાત કરે છે. દીપિકાની નેટવર્થ 103 કરોડ રૂપિયા છે. ટ્વીટર પર તેના 2.68 કરોડ ફોલોઅર્સ છે. બતાવવામાં આવી રહ્યું છે કે, એક ફિલ્મ માટે તે 10 કરોડ રૂપિયા અને જાહેરાત માટે 8 કરોડ રૂપિયા લે છે.