(ANI Photo)

દીપિકા પદુકોણે અભિનયની સાથે અન્ય ક્ષેત્રના બિઝનેસમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. પરંતુ તેમાં નુકસાન થયું હોવાનું કહેવાય છે. તેણે બેંગ્લુરુનું ફ્રન્ટ રો નામનું સ્ટાર્ટ અપ બંધ પડતાં મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ સ્ટાર્ટ અપમાં તેનું બહુ જંગી મૂડીરોકાણ હતું.

દીપિકાએ આશરે આઠ વર્ષ પહેલાં કેએ એન્ટરપ્રાઈઝ નામની કંપની શરુ કરી છે. આ કંપની દ્વારા તેણે ઇપીગેમિયા, ફ્યુરેનસો, બ્લ્યુ સ્માર્ટ, બેલાટ્રિક્સ, એટોમબર્ગ ટેકનોલોજીસ, ફ્રન્ટ રો, મોકોબારા સુપરટેઇલ્સ અને ન્યુઆ  જેવાં કેટલાંય સ્ટાર્ટ અપમાં રોકાણ કર્યું છે. તેમાંથી બિનશૈક્ષણિક કૌશલ્યોની તાલીમ સંબંધિત સ્ટાર્ટ અપ ફ્રન્ટ રો એ પોતાનો બિઝનેસ સમેટી લીધો છે. તેણે પોતાના ૯૦ ટકા કર્મચારીઓને પણ છૂટા કર્યા છે. આ કંપનીનું બિઝનેસ મોડલ તદ્દન નિષ્ફળ ગયું છે. આ સ્ટાર્ટ અપની નિષ્ફળતાથી દીપિકાને ભારે ખોટ જવાની સંભાવના છે. આ અનુભવ પછી બોલીવૂડના બીજા સ્ટાર્સમાં પણ સ્ટાર્ટ અપ્સમાં રોકાણનું આકર્ષણ ઘટી શકે છે.

LEAVE A REPLY