દીપિકા પદુકોણની સફળતામાં વધુ એક છોગું ઉમેરાયું છે. દીપિકા પદુકોણને એક ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા બોલીવૂડમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ગ્લોબલ અચીવર્સ એવોર્ડ 2021 જાહેર કરવામાં આવ્યો છે.
આ યાદીમાં બરાક ઓબામા, જેક બેજોસ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડ જેવી વૈશ્વિક લોકપ્રિય હસ્તીઓના નામ સામેલ છે. ગ્લોબલ એવોર્ડ 2021 માટે આ વર્ષે ત્રણ હજારથી વધુ નોમિનેશન મળ્યા હતા. જ્યૂરી માટે વિજેતાઓની પસંદગી કરવાનું કામ મુશ્કેલ હતું.
દરેક વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સફળ જ હતી. દીપિકા એક વર્લ્ડ આઇકોન છે, જે પોતાના ફેશન સ્ટેટમેન્ટથી જ નહીં પણ પોતાની ફિલ્મો અને પરફોર્મન્સ સ્કિલ માટે જાણીતી છે. તેણે મનોરંજન વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. વર્ષ 2018માં ટાઇમ મેગેઝિને વિશ્વની ૧૦૦ પ્રભાવશાળી હસ્તીઓમાં તેને સ્થાન આપ્યું હતું, આ યાદીમાં સ્થાન મેળવનારી દીપિકા એક માત્ર ભારતીય અભિનેત્રી હતી. દીપિકાને એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલાનું પણ સન્માન મળ્યું છે. આ એવોર્ડની પસંદગી સોશિયલ મીડિયા ફોલોવર્સ, ગૂગલ સર્ચ અને અન્ય રેકિંગના આધારે થાય છે.