અનિલ અગ્રવાલની કંપની કંપની વેદાંતાએ તાઈવાનની કંપની ફોક્સકોન સાથે મળીને સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતની પસંદગી કરી છે. વેદાંત છેલ્લી ઘડી સુધી મહારાષ્ટ્ર સરકાર સાથે વાટાઘાટ કરતી હતી અને સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાનું નક્કી ગણાતું હતું, પરંતુ અચાનક કંપનીએ ગુજરાતમાં 1.5 લાખ કરોડના રોકાણ સાથે સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય લીધો છે. તેનાથી મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતાઓ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્ર સરકારને દબાણને પગલે આ પ્લાન્ટ મહારાષ્ટ્રની જગ્યાએ ગુજરાતને અપાયો છે.
આ અંગે અગ્રવાલે જણાવ્યું હતું કે પ્રોફેશનલ્સની એક ટીમે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો. હવે ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશનનું ઉત્પાદન કરવામાં આવશે. વેદાંતા તાઈવાનની ફોક્સકોન સાથે મળીને આ પ્લાન્ટ સ્થાપશે અને તેના માટે ઋણ મેળવશે. આ માટે હાલમાં ઇક્વિટી વેચવાની કોઈ યોજના નથી
અગરવાલે દાવો કર્યો કે મહારાષ્ટ્રના બદલે ગુજરાત પર પસંદગી ઢોળવામાં તેમની કોઈ ભૂમિકા ન હતી. આ એકદમ પ્રોફેશનલ નિર્ણય હતો. તાઈવાનની ફોક્સકોન, એક ટોપની મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની, એક એકાઉન્ટન્સી કંપની અને એક એક્સપર્ટની ટીમ બની હતી જેણે પાંચથી છ રાજ્યની મુલાકાત લીધી હતી. દરેક રાજ્ય આ પ્લાન્ટને પોતાને ત્યાં લાવવા માટે આતુર હતા અને બધી સગવડો ઓફર કરતા હતા. અમારી પાસે સમયની મર્યાદા હતી અને ઝડપથી કામ કરવાનું હતું. અમે હવે બે મહિના સુધી રાહ જોવા માંગતા ન હતા. તેથી અમે કહ્યું કે હવે વાતનો અંત લાવો અને જે રાજ્ય નક્કી કર્યું હોય તેમાં આગળ વધો. તેમાં ગુજરાતને નક્કી કરવામાં આવ્યું.”
અગરવાલે કહ્યું કે, “આ પ્લાન્ટ બે તબક્કામાં આકાર લેશે જેમાંથી પ્રથમ તબક્કામાં 10 બિલિયન ડોલરનું રોકાણ કરાશે. વિશ્વની દરેક નાણા સંસ્થા આ પ્લાન્ટને ફંડ કરવા તૈયાર છે.. મેં 550 કરોડ રૂપિયામાં બાલ્કોની ખરીદી કરી ત્યારે મારી પાસે રૂપિયા ન હતા. મેં જ્યારે 14 બિલિયન ડોલરમાં કેઈર્ન એનર્જી ખરીદી ત્યારે પણ ફંડ ન હતું.”વે
વેદાંત જૂથે સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર પાસેથી નાણાકીય અને બિન-નાણાકીય સબસિડી મેળવી છે, જેમાં કેપિટલ એક્સપેન્ડિચર તથા સસ્તી વીજળી નો સહિતની સગવડો અપાશે. વેદાંત જૂથ પોતાના પ્રોજેક્ટ માટે ઘણા સમયથી લોબિંગ કરી રહ્યું હતું અને કેટલીક છૂટછાટોનો આગ્રહ રાખ્યો હતો. આ પ્લાન્ટ માટે વેદાંતે 99 વર્ષની લીઝ પર 1000 એકર (405 હેક્ટર) જમીન મફતમાં માંગી હતી. આ ઉપરાંત 20 વર્ષ માટે પાણી અને વીજળી પણ એકદમ નીચા અને ફિક્સ ભાવે આપવામાં આવે તેવી માંગણી કરી હતી.