ગુજરાતમાં 25 જુલાઈ, સોમવારે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો વધીને બુધવાર સુધીમાં 41 થયો હતો. બીજી તરફ ઝેરી દારુની અસરને કારણે 117 લોકોની સારવાર ચાલી રહી છે. 80 લોકો ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 37 લોકો અમદાવાદમાં સારવાર હેઠળ છે.
આ લઠ્ઠાકાંડમાં પોલીસે અત્યાર સુધીમા કુલ 14 આરોપીની ધરપકડ કરી છે. બોટાદમાં ઝેરી દારૂકાંડથીગુજરાત હચમચી ઉઠ્યું હતું. અને ઝેરી દારૂકાંડની ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઠેર ઠેર દરોડા પાડ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે પાણીમાં કેમિકલ ભેળવવાની તેનું દારુ તરીકે વેચાણ થતું હતું. રોજિદ ગામમાં 10 ,દેવગાણા ગામમાં 5,ચંદરવા, અણિયાળી, આકરુ અને રાણપરી ગામે 3-3 લોકોના મોત થયા હતા. બીજીતરફ ઊંચડી, કુદડા વહીયા અને પોલારપુરમાં 2-2 લોકોનાં મોત થયા હતા. સુંદરિયાણા, ભીમનાથ, ખરડ અને વેજળકામાં 1-1નું મોત થયું હતું.
પોલીસે દાવો કર્યો હતો કે અમદાવાદના અસલાલી ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારની આમોસ કેમિકલ ફેક્ટરીનો જયેશ મુખ્ય સૂત્રધાર છે. જયેશ AMOSમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવી રહ્યો હતો, પરંતુ તેણે આ ઈન્ડસ્ટ્રીયલ કેમિકલ ચોરી કરીને બહાર વેચ્યું હતું. જયેશ ઉર્ફે રાજુએ આ 600 લિટર ચોરી કરેલ મિથાઈલ આલ્કોહોલ સંજયને વેચ્યું હતુ.
ઝેરી કેમિકલ કાંડમાં અસરગ્રસ્ત 13 પીડિતો જણાવ્યા વગર ભાવનગર સર ટી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સરકારી તંત્ર પર પણ સવાલ ઊભા થયા હતા. કારણ કે, ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં પણ આ પીડિતો હોસ્પિટલમાંથી ભાગી ગયા હતું.