પાકિસ્તાનની એક કોર્ટે ભૂતપૂર્વ ડિપ્લોમેટની પુત્રીની ક્રુર હત્યાના કેસમાં ગત સપ્તાહે એક જાણીતા ઉદ્યોગપતિના પુત્રને મૃત્યુ દંડ ફટકારવામાં આવ્યો છે. ગત વર્ષે લગ્નનો ઇન્કાર કરતા 30 વર્ષીય ઝહીર જાફરે ભૂતપૂર્વ ડિપ્લોમેટની 27 વર્ષીય પુત્રી નૂર મુકાદમનું માથું કાપીને હત્યા કરી હતી.
કોર્ટે આ કેસમાં ઝહીરના પિતા ઝાકીર જાફર, માતા અસ્મત આદમજી અને તેના રસોઇયાને નિર્દોષ છોડ્યા છે, પરંતુ તેમના બે નોકરો-ઇફ્તિખાર અને જમીલને 10-10 વર્ષની જેલની સજા ફટકારી છે. તેઓ હત્યામાં સામેલ થયા હતા.
એડિશનલ સેશન્સ જજ અતા રબ્બાનીએ જાહિરને દોષિત ઠેરવીને ચૂકાદો અનામત રાખ્યો હતો. ગત વર્ષે 20 જુલાઇએ જ્યારે નૂર મુકાદમે લગ્ન અંગે ઇન્કાર કરતા ઝહિરે ગુસ્સામાં તેની હત્યા કરી હતી. ઝહીરના ઘરે નૂરનું માથુ કાપેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો.
નૂરનાં પિતા અને ભૂતપૂર્વ ડિપ્લોમેટ શૌકત મુકાદમની ફરિયાદના આધારે પોલીસ ઝહીર વિરુદ્ધ પ્રાથમિક રીપોર્ટ નોંધાયો હતો. નૂરની હત્યાની પગલે ગત વર્ષે દેશમાં તેની ખૂબ જ ટિકા થઇ હતી. ઘણા લોકોએ પૂછ્યું હતું કે, જાફર બ્રધર્સ સાથે જોડાયેલા આ કેસમાં પીડિતાને ન્યાય મળશે કે નહીં, ઝહીર જાફર અમેરિકાનો નાગરિક પણ છે.
અખબારી અહેવાલમાં જણાવ્યા અનુસાર કોર્ટે ઝાહિરને પીડિતાના પરિજનોને પાકિસ્તાનના રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે. જજ રબ્બાનીએ જણાવ્યું હતું કે, ઝહીર સેસન્સ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ સાત દિવસમાં હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. નૂરનાં પિતા શૌકત મુકાદમે ટ્રાયલ કોર્ટના ચૂકાદાને ન્યાયનો વિજય ગણાવ્યો હતો.