અમદાવાદ જિલ્લાના સાણંદમાં ગર્ભવતી બહેન અને બનેવીની હત્યાના દોષિત હાર્દિક ચાવડાને અમદાવાદની લોકલ કોર્ટે મંળવારે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.બહેનના લવમેરેજથી નારાજ હાર્દિકે વર્ષ 2018માં પોતાની જ ગર્ભવતી બહેન અને જીજાજીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
હાર્દિક ચાવડાએ તેની બહેન તરુણા અને તેના પતિ વિશાલ પરમારને સાણંદમાં તેમના ઘરે જ હત્યા કરી હતી. તરુણા અને વિશાલે ઘરેથી ભાગી જઈને લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેત્રોજના કોઇન્તિયાના તરુણા ચાવડા અને સાણંદના છારોડીના વિશાલ પરમાર પ્રેમલગ્ન કર્યા હતા, જેથી તરુણાનો પરિવાર નારાજ હતો. તરુણા તથા વિશાલ પર હુમલા બાદ ઉતારવામાં આવેલો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં આજુબાજુના લોકો પીડિતોને હોસ્પિટલે લઈ જવાને બદલે મોબાઇલ પર તેમનો વિડીયો ઉતારતા નજરે પડતા હતા.