• અમિત રોય દ્વારા

નેશનલ થિયેટરના આર્ટ ડાયરેક્ટર રુફસ નોરિસે કહ્યું હતું કે ‘ડિયર ઈંગ્લેન્ડ’ દેખીતી રીતે ફૂટબોલ વિશેનું નાટક છે, પરંતુ ખરેખર તેને ઊંડા સ્તરે જોઇએ તો તે માત્ર ફૂટબોલ વિશે જ નહીં પરંતુ ઇંગ્લિશ અંગ્રેજી પુરુષત્વ જેવા મુદ્દાઓ વિશે પણ છે.

લંડનના નેશનલ થિયેટરમાં ભજવાતું એક નવું, અલગ જ નાટક ડિયર ઈંગ્લેન્ડ જેમ્સ ગ્રેહામ દ્વારા લખાયું છે અને રુપર્ટ ગૂલ્ડ દ્વારા દિગ્દર્શિત કરાયું છે – જેમાં અભિનેતા જોસેફ ફિનેસ ઈંગ્લેન્ડ ફૂટબોલ મેનેજર ગેરેથ સાઉથગેટની મુખ્ય ભૂમિકા ભજવે છે.

આ દેશમાં જન્મેલા લોકો પોતે “બ્રિટિશ” હોવાનું અનુભવે છે, તેવું કહેવું સામાન્ય બાબત છે, પરંતુ પોતાને “ઇંગ્લિશ” તરીકે ઓળખાવવા પર તેઓ રેખા દોરે છે.

ગેરેથ સાઉથગેટને “ફૂટબોલનું કેથેડ્રલ” ગણાતા વેમ્બલી ખાતે યુરો 1996 સેમિ-ફાઇનલમાં જર્મની સામે પેનલ્ટી ચૂકી જવાની યાદ સાથે જીવવું પડશે – જેણે ઈંગ્લેન્ડને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધું હતું.

નાટકમાં એક સમયે, સાઉથગેટ સેન્ટ જ્યોર્જનો સફેદ અને લાલ ધ્વજ જમીન પર મૂકે છે અને ટીમના યુવા ખેલાડીઓને પૂછે છે કે તેમના માટે તેનો અર્થ શું છે. રહીમ સ્ટર્લિંગ (કલાકાર કેલ મત્સેના) કહે છે કે કેટલાક લોકોને લાગે છે કે મારે આ શર્ટ પહેરવું ન જોઈએ.” કેમ કે તે રેસીસ્ટ ફેન અને શાહી ઇતિહાસ સાથે ઝઝૂમી રહેલા શ્યામ ખેલાડીઓમાંનો એક છે.

સાઉથગેટ માને છે કે 1966 થી મુખ્ય ટાઇટલ જીતવામાં ઇંગ્લેન્ડના પુરૂષોની નિષ્ફળતા મનમાં મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ કરતાં મેદાન પર શું થાય છે તેની સાથે ઓછી જોડાયેલી છે. તેઓ માથા પર ટકોરો મારી કહે છે કે “મને લાગે છે કે આપણે બધાને આ ક્ષણે ઇંગ્લિશ હોવું શું છે તેની સાથે સમસ્યા છે.”

ટ્રેડમાર્ક સમાન વેસ્ટકોટ અને પટ્ટાવાળી ટાઈમાં સાઉથગેટ તરીકે ઉત્તમ દેખાય છે, જેઓ 2016માં સત્તા સંભાળ્યા પછી વેઈન રૂની (ગુન્નર કાઉથરી)ને દરવાજો બતાવે છે. તો એક નવા કેપ્ટન તરીકે હેરી કેન (વિલ ક્લોઝ)ની નિમણૂક કરવામાં આવે છે.

સ્ટર્લિંગની સાથે, સાઉથગેટના યુવાન સિંહોમાં જોર્ડન પિકફોર્ડ (જોશ બેરો), જોર્ડન હેન્ડરસન (વિલ ફ્લેચર), બુકાયો સાકા (એબેનેઝર ગ્યાઉ), માર્કસ રશફોર્ડ (ડારાહ હેન્ડ), હેરી મેગુઇર (એડમ હ્યુગિલ), ડેલ એલી ( લેવિસ શેફર્ડ) અને એરિક ડીઅર (રેયાન વ્હીટલ) પણ રોલ ભજવે છે. તો નાટકમાં થેરેસા મે, બોરિસ જૉન્સન અને લિઝ ટ્રસનું પાત્ર ભજવતા પાત્રો પણ છે.

ડિયર ઈંગ્લેન્ડ આ ક્ષણે લંડનમાં શ્રેષ્ઠ નાટકોમાંનું એક છે. લગભગ ત્રણ કલાક લાંબુ હોવા છતાં, ભૂતકાળની રમતોમાં નાટકીય ક્ષણોના મનોરંજન અને પેનલ્ટી શૂટઆઉટની લાગણીમાં સમય ફક્ત સરકી જાય છે.

એસ ડેવલિન દ્વારા ડિઝાઇન કરાયેલા સેટમાં, સિનેમેટિક ટેકનીકનો ઉપયોગ કરાયો છે જે વાસ્તવિક મેચમાં હો તેવુ પ્રતિત કરાવે છે.  સાઉથગેટ યુઇએફએ યુરો 2024 સુધી ઇંગ્લેન્ડના મેનેજર તરીકે રહેશે કારણ કે તેઓ હજૂ પણ ટ્રોફીની શોધમાં છે.

  • ડિયર ઈંગ્લેન્ડ નેશનલ થિએટરના ઓલિવિયર થિયેટરમાં 11 ઓગસ્ટ સુધી ભજવવામાં આવશે.

LEAVE A REPLY