કેટલાક હોદ્દેદારો જ્યુઇશ સમુદાય વિરુદ્ધ ભેદભાવ રાખતા હોવાના આક્ષેપોને લીધે પક્ષ ઇક્વાલીટી વોચડોગ દ્વારા ‘સંસ્થાકીય જાતિવાદ’ માટે દોષીત સાબિત થશે એમ જેરેમી કોર્બીનના નજીકના લેબર સાંસદ ડોન બટલરે જણાવ્યુ હતુ.
લેબરના ડેપ્યુટી લીડર તરીકે ઉભા રહેવામાં અસફળ રહેલા ડોન બટલરે કહ્યું હતુ કે ‘’પક્ષ જ્યુઇશ લોકો સાથે ભેદભાવ કરે છે તે ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશન (EHRC) શોધી કાઢશે એ વાતમાં કોઇ જ શંકા નથી. હુ ખુદ પાર્ટીમાં સ્ટાફ દ્વારા એન્ટી બ્લેક દુશ્મનાવટનો ભોગ બની છુ. EHRC એ ગયા વર્ષે લેબરની એન્ટી-સેમિટિઝમ સમસ્યા અંગે ઔપચારિક તપાસ શરૂ કરી હતી. તેણીએ મોમેન્ટમ કાર્યકરોની ઑનલાઇન મીટિંગમાં કહ્યું હતુ કે ‘આપણે હવે આ મુદ્દાને સ્વીકારી શકીશું.’
જ્યુઇશ લેબર મુવમેન્ટ અને પક્ષ યહૂદી વિરોધી દ્વેષમાં દોષિત લોકોને શિસ્તબદ્ધ કરવા માટે પૂરતા પગલા લેતો નથી તેવી અન્ય લોકોએ ફરિયાદ બાદ EHRC એ ગયા વર્ષે લેબરની ધર્મ વિરોધી સમસ્યા અંગે ઔપચારિક તપાસ શરૂ કરી હતી. ડોન બટલરે કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે EHRC જોશે કે તેમનો પક્ષ યહૂદીઓ સાથે ભેદભાવ કરે છે.