છેલ્લા કેટલાક સમયથી કંગાળ ફોર્મ રહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નરને ટીકાકારોનો જડબાતોડ જવાબ આપતા પોતાની 100મી ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે બેવડી સદી ફટકારી હતી. બોક્સિંગ ડે ટેસ્ટના બીજા દિવસે દક્ષિણ આફ્રિક સામે વોર્નરે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારતા કાંગારૂ ટીમ જંગી લીડ મેળવી શકી હતી. વોર્નરે 254 બોલમાં 200 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે આ ઇનિંગ દરમિયાન 16 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન ડેવિડ વોર્નરનો સ્ટ્રાઈક રેટ 78.74 રહ્યો હતો.
ડેવિડ વોર્નર 100મી ટેસ્ટમાં બેવડી સદી કરનાર વિશ્વનો બીજો અને સદી ફટકારનાર ટેસ્ટ ઈતિહાસનો 10મો ખેલાડી બની ગયો છે. તેણે MCG ખાતે દક્ષિણ આફ્રિકા સામેની રોલીકિંગ ઇનિંગ્સ સાથે લગભગ ત્રણ વર્ષનો ટેસ્ટ સદીનો દુષ્કાળ તોડ્યો હતો. આ ટેસ્ટમાં તેણે તેની 25મી ટેસ્ટ સદી પણ ફટકારી હતી. પોતાની 100મી ટેસ્ટ મેચને યાદગાર બનાવતા ડેવિડ વોર્નરે સદી ફટકારી હતી