ઓસ્ટ્રેલિયાનો આક્રમક ઓપનર ડેવિડ વોર્નર ગ્રોઈનની ઈજાના કારણે ભારત સામેની લિમિટેડ ઓવર્સની બાકીની ચાર મેચ નહીં રમી શકે. રવિવારે સિડનીમાં બીજી વનડે દરમિયાન તેને મેદાન છોડી બહાર જવુ પડ્યું હતું.
34 વર્ષનો વોર્નર બુધવારની ત્રીજી વન-ડે તથા ત્રણ મેચની ટી-20 સિરીઝમાં રમી શકશે નહીં. એવી ધારણા છે કે તે 17 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝ સુધીમાં ફિટ થઈ જશે.
પેટ કમિન્સને પણ ભારત સામેની છેલ્લી વન-ડે અને ટી-20 સિરીઝ માટે આરામ અપાયો છે. વોર્નરના સ્થાને ડાર્સી શોર્ટને ટી-20ની ટીમમાં સામેલ કરાયો છે. ટી20 સિરીઝની પ્રથમ મેચ 4 ડિસેમ્બરે અને પછી બીજી અને ત્રીજી મેચ અનુક્રમે 6 અને 8 ડિસેમ્બરે રમાશે. પેટ કમિન્સને કોઈ ઈજા નથી. તે ઘણા સમયથી સતત રમી રહ્યો છે. ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તે ઈંગ્લેન્ડના પ્રવાસે હતો, એ પછી આઈપીએલમાં રમ્યો હતો. આથી ભારત સામે સીરીઝના વિજય પછી ટીમ મેનેજમેન્ટે કમિન્સને આરામ આપવાનો નિર્ણય લીધો હતો.
કોચ જસ્ટિન લેંગરે કહ્યું હતું કે, ટેસ્ટ સિરીઝ માટે પેટ કમિન્સ અને વોર્નર અમારી યોજના માટે મહત્વના ખેલાડીઓ છે.