વડા પ્રધાન બોરિસ જોન્સને તૂટી પડેલી ફાઇનાન્સ ફર્મ ગ્રીન્સિલ કેપિટલ વતી લોબીઇંગ કરવા બદલ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન સામે ઔપચારિક સ્વતંત્ર તપાસનો આદેશ આપ્યો છે. ડેવિડ કેમરને કહ્યું હતું કે તેઓ સ્વીકારે છે કે તેમણે સૌથી સામાન્ય ઔપચારિક ચેનલો દ્વારા વાતચીત કરવી જોઈતી હતી.
સ્વતંત્ર તપાસમાં કેમરન સહિતના કર્મચારીઓ દ્વારા સરકાર, સપ્લાય ચેઇન ફાઇનાન્સિંગ અને સંદેશાવ્યવહારમાં પેઢીની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યાના બે વર્ષ બાદ કેમરને કંપનીમાંથી લાખો પાઉન્ડ મેળવ્યા હતા. સમજી શકાય છે કે આ તપાસ પાસે લોબીઇંગના નિયમોમાં ફેરફારની ભલામણ કરવા માટેનું લાઇસન્સ પણ હશે.
સરકારી સૂત્રોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે સોમવારે લેવાયેલો નિર્ણય તેમના જૂના હરીફ પર બોરિસ જોન્સનનો વ્યક્તિગત હુમલો નહોતો. સ્પષ્ટ છે કે જનતા આ કૌભાંડની પારદર્શક તપાસની અપેક્ષા રાખે તે સમજી શકાય છે.
ગ્રીનિસલ વતી તેમના લોબીઇંગના પ્રયાસો અંગેના અનેક નુકસાનકારક દાવાઓ બાદ કેમરને રવિવારે રાત્રે 1,700 શબ્દોનું નિવેદન જાહેર કરી તેમનું મહિનાઓ જૂનુ મૌન તોડ્યું હતું અને તપાસનું સ્વાગત કર્યું છે.