ભૂતપૂર્વ વડા પ્રધાન કેમરને કહ્યું હતું કે “હું છેલ્લા સાત વર્ષથી ફ્રન્ટ લાઇન રાજકારણથી દૂર છું, ત્યારે આશા રાખું છું કે મારો અગિયાર વર્ષથી કન્ઝર્વેટિવ લીડર તરીકેનો અને છ વર્ષ સુધી વડાપ્રધાન તરીકેનો અનુભવ મને વડા પ્રધાનને મદદ કરવામાં સહાયરૂપ થશે.
કેમરને X પર એક નિવેદન પોસ્ટ કરતાં કહ્યું હતું કે “હું કેટલાક વ્યક્તિગત નિર્ણયો સાથે અસંમત હોઈ શકું છું, પણ મારા માટે સ્પષ્ટ છે કે ઋષિ સુનક એક મજબૂત અને સક્ષમ વડા પ્રધાન છે, જે મુશ્કેલ સમયે અનુકરણીય નેતૃત્વ દર્શાવે છે. હું તેમને આપણા દેશને લગતી જરૂરી સુરક્ષા અને સમૃદ્ધિ પહોંચાડવા માટે મદદ કરવા માંગુ છું અને યુકેની સેવા કરતી સૌથી મજબૂત ટીમનો ભાગ બનવા માંગુ છું.’