નવા સંભવિત રીતે વધુ ચેપી B.1.1.529 વેરિઅન્ટ અંગે સૌપ્રથમવાર 24 નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાંથી WHOને જાણ કરવામાં આવી હતી. તેને શુક્રવારે “વેરિઅન્ટ ઓફ કન્સર્ન તરીકે જાહેર કરી તેને “ઓમિક્રોન” નામ આપ્યું હતું. આ વેરિઅન્ટમાં મોટા પ્રમાણમાં મ્યુટેશન છે, જે લગભગ 50 જેટલું છે. દક્ષિણ આફ્રિકાના જિનોમિક વૈજ્ઞાનિકોએ ગુરુવારે જણાવ્યું હતું કે તેના સ્પાઇક પ્રોટીનમાં 30થી વધુ પરિવર્તનો જોવા મળ્યા હતા.

આરોગ્ય અધિકારીઓ માને છે કે દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલો આ સ્ટ્રેઇન એન્ટિબોડીઝને ટાળી શકે છે અને જે લોકોને ડબલ રસી આપવામાં આવેલ છે તેમને ફરીથી ચેપ લાગવાની વધુ સંભાવના છે. સરકારે પહેલાથી જ દક્ષિણ આફ્રિકન ક્ષેત્રના 10 દેશોને ‘રેડ’ ટ્રાવેલ લિસ્ટમાં મૂક્યા છે.