દત્તપીઠધામના પ.પૂ. શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેરણાથી તેમની ઉપસ્થિતીમાં 13 ઓગસ્ટ 2022ના રોજ ડલ્લાસ, USA માં એલન ઇવેન્ટ સેન્ટર ખાતે ઐતિહાસિક સહસ્ત્રગલા ભગવદ ગીતા પારાયણ કાર્યક્રમ યોજાયો હતો.
ભરચક ઈવેન્ટ સેન્ટરમાં 1500 થી વધુ ભક્તોની હાજરીમાં 700થી વધુ અસ્ખલિત વાચકોએ યાદ કરેલા શ્રીમદ ભગવદ ગીતાનું પઠન કર્યું હતું. તેમના પાઠના અંતે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ પૂજ્ય શ્રી સ્વામીજીને ‘સૌથી મોટા એક સાથે કરાયેલા હિંદુ પાઠ’ માટેનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો હતો.
શ્રી સ્વામીજીએ પ્રવચન સાથે ભક્તો, માતા-પિતા અને શિક્ષકોને આશીર્વાદ આપ્યા હતા જેમણે બાળકોને ભગવદ ગીતા શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને આ બાળકો માટે સૌથી મોટી ભેટ છે. યુકેમાં સંસ્થાનું હનુમાન હિન્દુ મંદિર, 51 બીચ એવન્યુ, બ્રેન્ટફોર્ડ, TW8 8NQ ખાતે આવેલું છે. www.dycuk.org