કોવિડ-19 દરમિયાન રોગનો ભોગ બનેલા, શિલ્ડેડ લોકો અને આઇસોલેશન ભોગવતા સમુદાયના લોકો તથા NHS સ્ટાફ અને સંવેદનશીલ લોકોને 450,000 શાકાહારી ભારતીય ભોજન મોકલનાર કોમ્યુનિટી રિસ્પોન્સ કિચનના દક્ષા વરસાણીને બ્રિટીશ એમ્પાયર મેડલ એનાયત કરાયો હતો.
કોવિડ-19 દરમિયાન લંડનની નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં કોવિડ યુનિટમાં કામ કરતા ભત્રીજીએ આપેલી પ્રેરણાથી વેમ્બલીના દક્ષા વરસાણી અને પરેશ જેઠવાએ ‘કોમ્યુનિટી રિસ્પોન્સ કિચન’ની સ્થાપના કરી હતી. તેમણે ખાદ્ય સામગ્રી ઉપરાંત ટોયલેટરીઝના 250,000થી વધુ પેકેજોની ડિલિવરી પર દેખરેખ રાખી છે. વડા પ્રધાન બોરીસ જોન્સને પણ આપેલા અંગત પત્ર પાઠવી અભિનંદન આપી દેશ વતી આભાર માન્યો હતો.
તેમણે કહ્યું હતું કે “અમે આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી અત્યંત નમ્ર લાગણી અનુભવીએ છીએ. સમર્પિત સ્વયંસેવકોની અમારી ટીમે આ ઉમદા હેતુ માટે ખરેખર પોતાને પ્રતિબદ્ધ કર્યા છે. અમે 450,000થી વધુ ગરમ ભોજન નોર્થ અને વેસ્ટ લંડનમાં સપ્લાય કરવામાં મદદ કરી છે. સ્વયંસેવકો દ્વારા અથાક મહેનત કરીને મહત્વની સેવા કરવામાં આવી હતી. અમારી સાથે યાત્રા કરવા બદલ તે બધાને ખૂબ આભાર.