મેડિટેશન, ધ્યાન, એકાગ્રતા, આત્મનિરીક્ષણ, પોતાના મનનું પ્રતિબિંબ, મનની શાંતિ, deep thoughts, rumination… બીજા પણ ઘણા શબ્દો છે મેડિટેશન માટે.
કોઈ પણ નામ આપી દો, અર્થ તો એટલો જ કે પોતાના વિચારોને , મગજ ને પૂર્ણ સ્વતંત્રતા સાથે નિખારવા દેવાનો પૂર્ણ પ્રયાસ.સાથે-સાથે ધ્યાનનો મતલબ એમ પણ કરી શકાય કે પોતાનું ધ્યાન રાખવું … આપણે કહીયે છીએ ને “take care”. પોતાની વાણી, વર્તન, વિચારો અને કર્મોનું ધ્યાન રાખવું. પ્રયત્ન કરજો તમને જીવન જીવવામાં શક્તિ, શાંતિ અને સંતોષ મળશે.
આપણે મેડિટેશનને ધર્મ, રીત, વાતાવરણ,સંગીત કે બીજી કોઈ પણ વસ્તુ સાથે જોડવાની જરૂર નથી. જે સમયે તમારા મનમાં કોઈ બીજો વિચાર ના હોય, “non -occupied state of mind ” હોય એને મેડિટેશન કહેવાય.
કોવીડ -19 આવ્યો પછી માનસિક બીમારીઓ, માનસિક તણાવ , ડિપ્રેશન કે anxity ના કેસીસ વધી ગયા. જે અંગે ની ચર્ચાઓ પણ વધી ગઈ છે.વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ ચર્ચાઓ 70′-80′ ના દાયકા થી થતી હતી પણ અહીંયા છેલ્લા એક દાયકા થી વધી ગઈ. દીપિકા પાદુકોણ – રણબીર કપૂરના બ્રેક અપ પછી ખાસ! હમણાં જ એક મૂવી આવ્યું ઓટીટી પ્લેટફોર્મ પાર “A THURSDAY ” જેમાં પણ યામી ગૌતમને anxity-depression ને બીમારી ગણી ને કારણ આપ્યું નાના નાના સ્કૂલ ના બચ્ચાઓ ને કિડનેપ કરવા પાછળ નું.
Anxity-Depression એ માનસિક બીમારીઓ નહિ પણ state of mind છે, જેમાં જાતે જ સભાન રહેવાથી ફરક પડી જાય છે (શરૂઆતી તબક્કામાં હોય તો નહિ તો ડૉક્ટર પાસે જવું હિતાવહ છે), પોતાની જાત ને આપણે સતત જાગૃત રાખવાની જરૂર છે.
કોવીડ -19 ના સમયે બધું બંધ હતું, ઘરમાં બધા કોઈને કોઈ વાતને લઈને તણાવમાં હતા, ડિવોર્સ ની સંખ્યા પણ વધી ગઈ,બાળકો tv-મોબાઈલ માં વધારે સમય વિતાવવા લાગ્યા, સ્થૂળ થઇ ગયા, લોકોમાં માનસિક પરિવર્તનો આવ્યા. આમ જોઈએ તો પરિવર્તન એક કાયમ ચાલુ રહેતી પ્રક્રિયા છે. પરિવર્તન ખરાબ હોય કે સારું પણ પરિવર્તન તો આવે જ. આવા સમયે લોકોને મેડિટેશન યાદ આવ્યું અને બધા આંખો બંધ કરીને, મન ને શાંત કરવામાં લાગી ગયા… મેડિટેશન એ style થઇ ગયું, life style ને બદલે (બધાને આ વાત લાગતી-વળગતી નથી). પણ અહીં સમજવા જેવી વાત છે કે મેડિટેશન એટલે ખાલી આંખો બંધ કરીને, સોફ્ટ મ્યુઝિક મૂકીને કે અંધારામાં કે for some reasons જંગલમાં બેસીને જ કરવાની વસ્તુ નથી.
આર્ટિકલની શરૂઆતમાં એટલે જ આટલા બધા અર્થો લખ્યા મેડિટેશનના.
દરેક માણસને કોઈને કોઈ માનસિક તણાવ હોય જ છે. “ikigai” નામનું જાપાનીઝ ફિલોસોફી ઉપર એક પુસ્તક છે જેમાં લાબું જીવન કેવી રીતે જીવાય એના કોડ ને ડી-કોડ કરવાનો પ્રયત્ન કર્યો છે. વાંચવા જેવી બુક છે.એ બુકમાં કહ્યું છે કે થોડો સ્ટ્રેસ લો, કોઈ વાંધો નથી પણ કાયમ દરેક વાત માં ચિંતા એ ખરેખર ચિતા સમાન છે ! મને પણ આ વાતનો એહસાસ થોડા વર્ષો પહેલા જ થયો. સભાન રહીને એ વાતને હંમેશા યાદ રાખવી જરૂરી છે કે વધારે ચિંતાઓ કરવી નહિ. બીજી એક વાત એ પણ છે કે આ ચિંતાઓ માનસિક જ નહિ પણ શારીરિક બીમારીઓ ને પણ આમંત્રણ આપે છે.
તો સોલ્યૂશન છે ને – મેડિટેશન.
આગળ વાત થઇ તેમ મેડિટેશન આંખો બંધ કરવાથી નહિ થાય. તમારા મનને , મગજને મોકળાશ આપવાથી થશે. આપણી પોતાની એક image આપણે જ બનાવી હોય છે જેને તોડવાનો પ્રયત્ન કરીને સભાન રહો. તમારી દરેક પળને, દરેક વિચારને, દરેક કર્મ ને જાગૃત રહીને જીવવાની પદ્ધતિ એટલે મેડિટેશન. એ દિવસમાં એક કલાક નહિ પણ પળેપળમાં અમલમાં મુકવાની રીત છે. એ style નહિ પણ life style છે.
આટલી સરળ વાત ને કેટ-કેટલી વસ્તુઓ સાથે જોડી દઈએ છીએને આપણે?!
રાજ કપૂરના મૂવીનો ડાયલોગ હતો ને કે “જાગતે રહો,જાગતે રહો”,
તો “જાગતે રહો” એટલે જ મેડિટેશન.
-
કલગી ઠાકર દલાલ