દાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022ની મુંબઈમાં 20 ફેબ્રુઆરીની રાત્રે ભવ્ય સમારંભમાં જાહેરાત કરવામાં આવી હતી. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ મૂવીને ‘ફિલ્મ ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો હતી, જ્યારે શેરશાહને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.
અભિનેતા રણવીર સિંહને ફિલ્મ ‘83’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતા. 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના વિજય આધારિત આ ફિલ્મમાં રણવીરે કપિલ દેવની ભૂમિકા ભજવી હતી. એક્ટ્રેસ ક્રિતિ સેનનને ફિલ્મ ‘મિમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. એવોર્ડની યાદી મુજબ છે.
પુષ્પા ફિલ્મ ઓફ ધ યર
રણવીર સિંહ બેસ્ટ એક્ટર, ’83’ ફિલ્મ
ક્રિતિ સેનન બેસ્ટ એક્ટ્રેસ ‘મિમી’ ફિલ્મ
શેરશાહ બેસ્ટ ફિલ્મ
અધર રાઉન્ડ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ
કેન ઘોષ બેસ્ટ ડિરેક્ટર – ‘સ્ટેટ ઓફ સીઝ: ટેમ્પલ અટેક’ માટે
સતીશ કૌશિક બેસ્ટ સપોર્ટિંગ એક્ટર – ‘કાગઝ’ ફિલ્મ માટે
લારા દત્તા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ – ‘બેલ બોટમ’ ફિલ્મ માટે
આયુષ શર્મા નેગેટિવ રોલમાં બેસ્ટ એક્ટર – ‘અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ’ ફિલ્મ માટે
અભિમન્યુ દસાની પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટર
રાધિકા મદાન પીપલ્સ ચોઈસ બેસ્ટ એક્ટ્રેસ