(PTI Photo/Kunal Patil)

ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પાઇઝ્કોવાએ શનિવારે મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો હતો. ભારતીય સ્પર્ધક સિની શેટ્ટી આ સૌંદર્ય સ્પર્ધામાં આઠમા ક્રમે રહી હતી. મિસ લેબનોન યાસ્મિના ઝાયતૌન ફર્સ્ટ રનર અપ બની હતી.

પોલેન્ડની મિસ વર્લ્ડ કેરોલિના બિએલોસ્કાએ ફિનાલેમાં તેના નવી મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો હતો. 2006ની પેજન્ટ વિજેતા ટાટાના કુચારોવા પછી પીઝકોવા ચેક રિપબ્લિકની બીજી મિસ વર્લ્ડ બની છે. અધિકૃત મિસ વર્લ્ડ વેબસાઇટ અનુસાર પાઇઝકોવા એક ચેક મોડલ છે. ક્રિસ્ટીના લો એન્ડ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી રહી છે. આ સાથે તે મોડલિંગ પણ કરે છે. તેનું પોતાનું ફાઉન્ડેશન છે, જેનું નામ Krystyna Pyszko Foundation છે. તાંઝાનિયામાં, ક્રિસ્ટિનાએ વંચિત બાળકો માટે અંગ્રેજી શાળા ખોલી છે, જેના માટે તેને પોતાને ગર્વ છે. મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન અનુસાર, ક્રિસ્ટીના અહીં સ્વયંસેવક તરીકે કામ કરે છે. ક્રિસ્ટીના માટે આ ઐતિહાસિક ક્ષણ હતી. 28 વર્ષ બાદ ભારતના મુંબઈ શહેરમાં મિસ વર્લ્ડ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.આ વખતની મિસ વર્લ્ડમાં કુલ 120 સ્પર્ધકોએ ભાગ લીધો હતો

LEAVE A REPLY