વાવાઝોડા માંડુસે ગત મોડી રાત્રે તમિલનાડુના મામલ્લાપુરમ કિનારે ત્રાટક્યું હતું. ત્યાંના દરિયાકાંઠાના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદ અને વાવાઝોડાના કારણે અહીં ત્રણેક કલાકમાં 65 વૃક્ષો પડી ગયા હતા અને અનેક સ્થળઓએ પાણી ભરાયા હતા. આ વાવાઝોડાએ ચેન્નાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વિનાશ વેર્યો છે. સ્થાનિક નુંગમ્બક્કમ વિસ્તારમાં ભારે પવનને કારણે અનેક વૃક્ષ પણ ધરાશાયી થયા હતા. એગ્મોર વિસ્તારમાં જોરદાર પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું તેના કારણે પેટ્રોલ પંપમાં પણ ભારે નુકસાન નોંધાયું હતું. વાવાઝોડાના કારણે શનિવારે સવારે આંધ્ર પ્રદેશના દક્ષિણના જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો.